જામનગરમાં બે આંકડા શાસ્ત્રીની અટકાયત

  • July 01, 2021 11:39 AM 

રોકડ તથા મોબાઇલ કબજે, ત્રણના નામ ખુલ્યા

જામનગરના ગ્રેન માર્કેટ, આંગડીયા પેઢીની બાજુના વિસ્તારમાં જાહેરમાં વરલી મટકાનો જુગાર રમતા બે શખસને 6990 ના મુદ્દામાલ સાથે પકડી લીધા હતા. જ્યારે ત્રણ ની સંડોવણી ખુલી હતી.

જામનગરના ગ્રીન માર્કેટ વિસ્તારમાં વરલી મટકાના જુગાર અંગે પોલીસે દરોડો પાડીને જુગાર રમતા ધરાનગર 1 સતગુરુ સોસાયટીના વિનોદસિંહ જાલમસિંહ જાડેજા, ધરાનગર 1 માં રહેતા આરીફ ઉર્ફે ફારૂક કાદર ધુંધા, આ બંને રોકડ રૂપિયા, મોબાઈલ અને ચિઠ્ઠી મળીને કુલ 6990 ના મુદ્દામાલ સાથે પકડી લીધા હતા.

જ્યારે પોરબંદરના રાણાવાવના ફેઝલ, લાલપુર નો અશોક રમણીક ભારથી અને એજાજ રાયબ હાલેપોત્રા નામના શખ્સોના નામ ખુલ્યા હતા. તમામની સામે જુગારધારા મુજબ કાર્યવાહી કરવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS