જામજોધપુરમાં વિસ્કીની નવ બોટલ સાથે એકની અટકાયત

  • April 14, 2021 08:55 PM 

દારૂ આપનારનું નામ ખૂલ્યું, ફરારી સખસની તલાશ

જામજોધપુરના સ્ટેશન રોડ પર બેંક સામે આવેલા એક મકાનમાં પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને અંગ્રેજી શરાબની 9 બોટલ અને મોબાઈલ સહિતના મુદામાલ સાથે એક શખ્સને પકડી લીધો હતો. જેમાં દારૂનો જથ્થો પૂરો પાડનારા શખ્સની સંડોવણી ખુલી હતી.

જામજોધપુરના સ્ટેશન રોડ પર બેંક સામે રહેતા જયેશ માણસી ધારાણી ઉમર વર્ષ પચ્ચીસ નામના ગઢવી શખ્સના મકાનમાં દારૂનો જથ્થો હોવાની હકીકતના આધારે જામજોધપુર પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો.

પોલીસે રેઈડ દરમિયાન વિસ્કીની કુલ નવ બોટલ તથા એક મોબાઈલ સાથે પકડી પાડીને પૂછપરછ કરતા આ દારૂનો જથ્થો જામજોધપુરના માકડીયા વાડી ખાતે રહેતા કુલદીપ દિલીપ લાડાણી નામના શખ્સે પૂરો પાડયો હોવાનું બહાર આવ્યું હતું આથી બંનેની વિરૂદ્ધ પ્રોહિબિશન મુજબ ફરિયાદ નોંધીને કાર્યવાહી આગળ ધપાવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS