જામનગરમાં ૪ જુગારણ સહિત આઠની અટકાયત

  • June 24, 2021 11:57 AM 

હનુમાન ટેકરી અને કાનાલુસમાં પોલીસના દરોડા, પટમાંથી રોકડ કબજે

જામનગરના હનુમાન ટેકરી, કોળીના દંગા પાસે જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમતી ચાર મહિલા સહિત પાંચ ને દસ હજારની માલમતા સાથે અટકાયત કરાઈ હતી, તેમજ કાનાલુસમાં તીન પત્તીનો જુગાર રમતા ત્રણ ઈસમ પોલીસની ઝપટમાં આવ્યા હતા.

જામનગરના હનુમાન ટેકરી કોળીના દંગા પાસે આવેલા આશાપુરા સોસાયટીમાં રહેતી ચંદ્રિકાબેન વિપુલ ઝિંઝુવાડીયા, ખોડિયાર કોલોનીમાં રહેતી ભાવનાબા મનહરસિંહ જાડેજા, હનુમાન ટેકરી માં રહેતી શારદાબેન રમેશ દેગામા, કોળીના દગા પાસે રહેતી મંજુબેન જેન્તી પરેશા તથા ખોડીયાર કોલોની માં મેલડી માતાના મંદિર પાસે રહેતો સાગર કાના ઝરમરીયાને હનુમાન ટેકરી કોળી દગો પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા રોકડ રૂપિયા 10,180 અને સાહિત્ય સાથે અટકમાં લીધા હતા. આ દરોડાની કાર્યવાહી સિટી સી ડિવિઝન પોલીસે કરી હતી.

બીજા દરોડામાં કાનાલુસ ગામ પુલથી બાવળિયા નીચે જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમતા કાનાલુસ ગામના હીરા ગોવિંદ પરમાર, સેતાલુસના માણસુર બલુ સુમેત, તથા કાનાલુસ ગામના મફતીયા પ્લોટ રેલવે સ્ટેશન પાસે રહેતો મેઘા જીવા ચાવડા નામના શખ્સોને મેઘપર પોલીસે દરોડા દરમિયાન રોકડા 5710 સાથે દબોચી લીધા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)