નવાનાગના ગામમાં એક વરલીબાજની અટકાયત

  • July 03, 2021 10:29 AM 

12 હજારની રોકડ મળી આવી, એક શખ્સ રફુચક્કર

જામનગરના નવાનાગના ગામમાં જાહેરમાં વરલી-મટકાના આંકડાનો જુગાર રમતા એક શખ્સને ૧૨,૦૦૦ની મમતા સાથે પકડી લેવાયો હતો જ્યારે એક શખ્સ ફરાર થઈ ગયો હતો, સપ્તાહ દરમિયાન વરલી મટકાના જુગાર અંગે જુદા જુદા વિસ્તારોમાં દરોડાની કાર્યવાહી યથાવત રહેવા પામી છે.

જામનગરના નવાનાગના ગામે મંદિરની બાજુની શેરીમાં રહેતા મનસુખ બેચર રાઠોડ ઉંમર 35 ને જાહેરમાં વરલી-મટકાના આંકડા લખી-લખાવી હારજીતનો જુગાર રમતા એક ચિઠ્ઠી તથા 12350 ની રોકડ સહિતના મુદ્દામાલ સાથે બેડી મરીન પોલીસે દબોચી લીધો હતો.

જ્યારે નવાનાગના ગામનો નિલેશ ભાણજી નકુમ નામનો શખ્સ ફરાર થઈ ગયો હતો. આ ઉપરાંત તપાસમાં જે નામ ખૂલે તે તમામની સામે જુગારધારા મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે શહેરના જુદા જુદા વિસ્તારોમાં વરલી મટકાના આંકડાનો જુગાર રમાતો હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી હતી, દરમિયાનમાં પોલીસે દરોડા પાડીને વરલીબાજોને દબોચી લીધા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)