દેવભૂમિ દ્વારકામાં આવેલા મુખ્યમંત્રીઓને વિવિધ મુદ્દે રજૂઆત કરવા જતા કોંગી કાર્યકરોની અટકાયત

  • July 22, 2021 11:01 AM 

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે બુધવારે સાંજે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું આગમન થયું હતું. જિલ્લાની મુલાકાત તથા વિવિધ મુદ્દે ચર્ચા કરવા આવેલા મુખ્યમંત્રીને જિલ્લાની વિવિધ સમસ્યાઓની રજૂઆત કરવા અહીંના કોંગી કાર્યકરો જતા તંત્ર દ્વારા અટકાવવામાં આવ્યા હતા. 

   મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને જિલ્લાના મહત્વના પ્રશ્નો એવા કલ્યાણપુર તાલુકામાં આવેલા મહત્વના એવા સાની ડેમનું નવનિર્માણ કાર્ય છેલ્લા ઘણા વર્ષોથી હાથ ધરવામાં આવ્યું છે તે તદ્દન ધીમું ચાલતું હોય, જેના કારણે ખેડૂતોને તથા સ્થાનિકોને થતી હાલાકી, ગત વર્ષે ખંભાળિયા તથા કલ્યાણપુરમાં વધુ વરસાદના કારણે ખેડૂતોને નુકસાન થતાં તેઓને મળવા પાત્ર મુખ્ય મંત્રી કિસાન સહાય યોજના હેઠળ વળતર, ખંભાળિયાના વાડીનારથી કુરંગા વચ્ચે ચાલી રહેલા હાઇવે પ્રોજેક્ટમાં રસ્તાના કામમાં ડિઝાઇન ફેરના લીધે થતી હાલાકી, ખેડૂતોને છેલ્લા લાંબા સમયથી હાઈવે સંપાદનમાં મળવાપાત્ર વળતર ન મળવા, ભાટીયાની કેજીબીવી બંધ થવા અંગે ચાલતા આંદોલન, પેટ્રોલ-ડીઝલ, ઇંધણમાં અસહ્ય ભાવ વધારો તેમજ આરોગ્યની કથળતી પરિસ્થિતિ સંદર્ભે અહીંના કિશાન નેતા પાલાભાઈ આંબલિયા, જીવાભાઈ કનારા, સાવન કરમૂર, સંજય આંબલીયા, દાનાભાઈ માડમ, સરપંચ ખીમાભાઈ આંબલિયા, દેવુભાઈ ગઢવી સહિત આશરે એકાદ ડઝન જેટલા કોંગી આગેવાનો- કાર્યકરોને સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શિત કરતા અટકાવી, પોલીસ તંત્ર દ્વારા આ કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS