આવતીકાલે યોજાનારી ચૂંટણી ભયમુક્ત અને શાંત વાતાવરણમાં થાય તે માટે રાજકોટ શહેરી વિસ્તારમાંથી 10,000 થી વધુ અને ગ્રામ્ય વિસ્તારમાંથી 15500 થી વધારે શખ્સોની અટકાયત કરવામાં આવી હોવાનું જિલ્લા કલેકટર પ્રભવ જોશી, પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ અને પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.
આવતીકાલે સવારે 7:00 થી સાંજના 6:00 વાગ્યા સુધી મતદાન થવાનું છે તે સંદર્ભે તંત્ર દ્વારા જે તૈયારી કરવામાં આવી છે તેની વિગતો આપતા અધિકારીઓએ જણાવ્યું હતું કે કાયદા મુજબ મતદાનના દિવસે રજા હોય છે અને કર્મચારી- કારીગરને મતદાન માટે રજા નહીં આપ્નાર વેપારી- ઉદ્યોગપતિ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
મતદાન મથકમાં મોબાઈલ લઈ જવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેમ જણાવી કલેક્ટર પ્રભવ જોશી એ કહ્યું હતું કે જો આ જાહેરનામાનો કોઈ ભંગ કરશે તો તેની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
જો કોઈ મતદાર પાસે ચૂંટણી કાર્ડ નહીં હોય તો તેના વિકલ્પમાં અન્ય બાર ફોટો આઈડી રજુ કરયેથી મતદાન કરવા દેવામાં આવશે હિટવેવ ને ધ્યાનમાં રાખીને મતદાન મથકોમાં છાયા, પાણી, ઓઆરએસ અને મેડિકલ કીટ સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
રાજકોટ સંસદીય મતવિસ્તારમાં 21,12,273 મતદારો છે. ટંકારા વાંકાનેર રાજકોટ પૂર્વ રાજકોટ પશ્ચિમ રાજકોટ દક્ષિણ રાજકોટ ગ્રામ્ય અને જસદણ એમ સાત વિધાનસભા મતવિસ્તાર તેમાં આવરી લેવાયા છે. મતદાન મથકોની કુલ સંખ્યા 2236 છે. તેમાંથી 50% મુજબ 1120 મતદાન મથકો ઉપર વેબ કાસ્ટિંગ કરવામાં આવશે. ઇવીએમ અને સ્ટાફની ફાળવણી બાબતે પણ કલેકટરે માહિતી આપી હતી.
ફરિયાદ માટે ટોલ ફ્રી નંબર જાહેર
મતદાન દરમિયાન જો કોઈ ફરિયાદ હોય તો 1950 નંબર ઉપર અથવા તો 18002330322 ટોલ ફ્રી નંબર પર કમ્પ્લેન કરી શકાશે તેમ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી એ જણાવ્યું હતું.
1120 મતદાન મથકોનું વેબકાસ્ટિંગ કરાશે
રાજકોટ સંસદીય મતવિસ્તારમાં 2232 મતદાન મથકો છે. તેમાંથી 50% મુજબ 1120 મતદાન મથકોનું વેબ કાસ્ટિંગ કરવામાં આવશે તેવી જાહેરાત કલેકટરે કરી હતી પોલીસ કમિશનરે કહ્યું હતું કે આવા તમામ સંવેદનશીલ મતદાન મથકો એ પોલીસ એસઆરપી અને આર્મ ફોર્સનો પૂરતો બંદોબસ્ત રાખવામાં આવશે.
પોસ્ટલ બેલેટમાં 75%થી વધુ મતદાન
ફરજ પરના કર્મચારીઓ, બંદોબસ્તમાં રહેલા પોલીસ અને એસઆરપી સ્ટાફ વગેરેનું પોસ્ટલ બેલેટ મારફતે તાલીમના સ્થળે મતદાન થયું છે. 15,000 થી વધુ નું મતદાન થયું છે અને ટકાવારીની દ્રષ્ટિએ તે 75% કરતા વધુ છે તેમ જણાવી કલેક્ટરે કહ્યું હતું કે મતદાનની આટલી ઊંચી ટકાવારી પોસ્ટલ બેલેટમાં વિક્રમ સમાન છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવીરભનુની ખાંભીથી નિરમા ફેક્ટરી સુધી ના રોડ પર સ્ટ્રીટ લાઈટની સુવિધા ક્યારે?
November 22, 2024 01:44 PMમુખ્યમંત્રી લગ્નપ્રસંગે હળવાશની પળોમાં
November 22, 2024 01:43 PMરત્નાકર શાળાના ભુલકાઓને શિયાળ પરિવારે આપી અમુલ્ય ભેટ
November 22, 2024 01:42 PMસરકારી ભાવસિંહજી હોસ્પિટલને આઇ.સી.યુ.ઓન વ્હીલ્સ થઇ અર્પણ
November 22, 2024 01:41 PMપોરબંદરમાં શિક્ષકોનો જિલ્લા ફેર બદલી કેમ્પ યોજાયો
November 22, 2024 01:40 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech