ભારતમાં ટેક્સ સિસ્ટમના નવા અધ્યાયની શરૂઆત, જાણો નવી ટેક્સ સિસ્ટમની વિગતો

  • August 13, 2020 01:38 PM 879 views

 

વડાપ્રધાન મોદી આજે દેશના પ્રામાણિક કરદાતાઓ માટે નવું પ્લેટફોર્મ ‘પારદર્શી કરાધાન-ઈમાનદારનું સન્માન’લોન્ચ કર્યુ છે. આ અવસરે પીએમ મોદીએ કહ્યું કે, આ પ્લેટફોર્મ 21મી સદીના ટેક્સ સિસ્ટમની શરૂઆત છે, જેમાં ફેસલેસ અસેસમેન્ટ-અપીલ અને ટેક્સપેયર્સ ચાર્ટર જેવા મોટા રિફોર્મ છે.ફેસલેસ અસેસમેન્ટ અને ટેક્સપેયર ચાર્ટર આજથી જ લાગૂ થઈ ગયા છે. ફેસલેસ અપીલ 25 સપ્ટેમ્બર એટલે કે દીનદયાળ ઉપાધ્યાન જન્મદિવસથી દેશભરમાં લાગૂ થઈ જશે.


નાણામંત્રી નિર્મલા સીતારામણે ગત બજેટમાં ટેક્સપેયર્સ ચાર્ટર લાવવાની જાહેરાત કરી હતી. ગત સપ્તાહે પણ તેમણે આ ચાર્ટરને ઝડપથી લાગુ કરવાના સંકેત આપ્યા હતા. મંત્રાલયે જણાવ્યું કે, આવકવેરા વિભાગના કામકાજમાં પારદર્શિતા લાવવા માટે સીબીડીટીએ ઘણા પગલા લીધા છે.


ટેક્સપેયર્સ ચાર્ટર શું છે?

ચાર્ટર્ડ એકાઉન્ટ કીર્તિ જોશીના જણાવ્યા પ્રમાણે, ટેક્સપેયર્સ ચાર્ટરનો હેતું કરદાતાઓ અને ઈનકમટેક્સ વિભાગ વચ્ચે વિશ્વાસ વધારવો, ટેક્સપેયર્સની મુશ્કેલી ઘટાડવી અને અધિકારીઓની જવાબદારી નક્કી કરવાનું છે. હાલ દુનિયાના માત્ર ત્રણ દેશ- અમેરિકા, કેનેડા અને ઓસ્ટ્રેલિયામાં જ આ લાગૂ છે. આ ત્રણ દેશના ટેક્સપેયર્સ ચાર્ટરમાં 3 મુખ્ય વાતો સામેલ છે.


1. કરદાતાને ઈમાનદાર ગણવા
જ્યા સુધી એ સાબિત ન થઈ જાય કે કરદાતાએ ટેક્સ ચોરી અથવા ગરબડ કરી છે, ત્યાં સુધી તેને ઈમાનદાર કરદાતા ગણીને તેને સન્માન આપવું જોઈએ.


2. સમય પર સેવા
કરદાતાઓની સમસ્યાનું ઝડપથી નિવારણ કરવું. જો કોઈ સમસ્યાનું તાત્કાલિક સમાધાન શક્ય ન હોય તો નક્કી ટાઈમ લાઈનમાં ઉકેલ લાવવાની વ્યવસ્થા કરવી.


3. આદેશ પહેલા ચકાસણી
કરદાતાઓ વિરુદ્ધ આદેશ જાહેર કરતા પહેલા તેમને ચકાસણી કરવાની તકત આપવી, જેનાથી ખોટ હુકમ પસાર ન થાય.


દેશભરમાં ફેસલેસ અસેસમેન્ટ લાગૂ કરવાની જાહેરાત પણ શક્ય. ધ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ્સ ઓફ ઈન્ડિયાના પ્રેસિડેન્ટ સીએ અતુલ કુમાર ગુપ્તાએ જણાવ્યું કે, ICIએ નાણામંત્રાલયને ફેસલેસ અસેસમેન્ટ અંગે સમય સમયે સૂચનો આપ્યા છે.હાલ 18 શહેરમાં આ પાયલટ પ્રોજેક્ટ તરીકે લાગૂ છે. ઈનકમ ટેક્સ અધિકારી સ્તર સુધીના અસેસમેન્ટ ફેસલેસ હોય છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application