સમગ્ર ગુજરાતમાં ગ્રીન કવર ઓછું થતું જાય છે. ત્યારે કચ્છ જિલ્લ ાના માંડવી તાલુકાના ભાડા તેમજ આજુ બાજુના ગામડાઓમાં સ્થાનિક લોકોની માંગણી છે કે માંડવી તાલુકાના ૧૦ ગામડાઓના પર્યાવરણ અને દરિયાઈ જીવ–સૃષ્ટ્રિ તેમજ ખેતી અને પશુપાલન નેસ્તો–નાબૂદના થાય તે હેતુથી જીએચસીએલ કંપનીને જમીન અને અન્ય મંજૂરી આપવામાં આવે નહીં.
તાજેતરમાં માંડવીમાં દરિયા કિનારાના ૨ બીચનો વિકાસ કરવા પહેલ થયેલી છે જેમાં એક માંડવી શહેર નજીકનો દરિયાકિનારો છે અને બીજો આસાર માતા (નાના લાયજા) નજીકનો બીચ (દરિયાકિનારો) છે. આસાર માતા બીચ આ કંપની પ્રસ્તાવિત જગ્યાની પ ત્રિયામાં આવે છે. તેથી જો કંપનીનું કારખાનું બનાવવામાં આવે તો પર્યટન માટે આ બીચ કોઇજ કામનો રહેશે નહિ.
આ વિસ્તારમાં પહેલેથી કોઈ રસાયણ આધારિત ઉધોગ નથી તેમ છતાં જીએચસીએલ કંપની સોડાએસ બનાવવા માટેનો પ્રોજેકટ નાખવા હિલચાલ કરી રહી છે. સોડાએસ બનાવવાની પ્રક્રિયામાં માટે લાઈમ સ્ટોન, મીઠું અને કોલસો જરી છે જે આ તાલુકામાં ઉપલબ્ધ નથી..
કચ્છમાં ઉધોગ માટે કંડલા અને મુદ્રા પોર્ટ પાસે પુરતી જમીન ઉપલબ્ધ છે અને યાં ઘણા ઉધોગ હાગમાં કાર્યરત છે. આવા ઓધોગીક માળખા વાળા વિસ્તારોને અવગણી અને બાડા નજીક કારખાનું નાંખવું એ પર્યાવરણ માટે અત્યતં ઘાતક બનશે.
કચ્છમાં માંડવીથી અબડાસા સુધીનો દરિયાઈ વિસ્તાર જ પ્રદૂષણ મુકત રહ્યો છે. આ દરિયા કિનારા પર દરિયાઈ કાચબાની ૩ પ્રજાતીઓ ઓલિવ રીડલી, ગ્રીન સી અને લેધર બેક, તેના ઈઠા દેવા માટે ઉપયોગ કરે છે. તેમાં પણ બાડાનો દરિયો વધુ સાનુકુળ છે. કામવાની આ પ્રજાતીઓ ભારત સરકારના પ્રાણી સંરક્ષણના શિડયુલ ૧ ના પ્રાણીઓ છે અને એનો જને સ્પેશિસ હોટલગ વિઆસનો ખાર હોય એવી પ્રજાતીઓ છે.
આખા ગુજરાતમાં મરીન સાયન્સના અભ્યાસ માટે ફકત કચ્છમાં માંડવી ખાતે સરકારી વિજ્ઞાન કોલેજ આવેલી છે જેમાં આખા ભારતના અલગ અલગ રાયોમાંથી વિધાર્થીઓ દરિયાઈ જીવોના અભ્યાસ માટે અહીં ભણવા આવે છે.
વિધાર્થીઓ કુદરતી પ્રદૂષણ મુકત દરિયાઈ જીવ સૃષ્ટ્રિનો અભ્યાસ કરી શકે તેના માટે આ કોલેજ માંડવીમાં બનાવવામાં આવી છે. જીએચસીએલ કંપની માંડવીના દરિયા કિનારાને પ્રદૂષિત કરશે તો તેની અસર આ કોલેજના આ હજારો વિધાર્થીઓના આભ્યાસ પર અસર પડે તેમ છે.
બોડા ગામની આસપાસ આ કંપની વિસ્તારમાં ૫૦૦થી વધુ મોરની વસાહતો છે અને સરકારના ફોરેસ્ટ વિભાગ દ્રારા રક્ષિત જાહેર કરેલા શિડયુલ ૧ ના સરિસૃપો, પક્ષીઓ, વગેરેની વસાહતો પ્રસ્તાવિત પ્લાન્ટની જગ્યા જે જૂના મોટા તળાય તરીકે ઓળખાય છે. આ બધી હકીકતો જીએચસીએલ કંપનીએ પોતાના ઈઆઈએ રિપોર્ટમાં હેાવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યેા છે.
ભારતમાં છેલ્લી ગણતરી મુજબ ફકત ૪ ઘોરાડ પક્ષીઓ જ બચ્યા છે જે આ વિસ્તારમાં છે. સુપ્રીમ કોર્ટના વીજ લાઈનો જોડકણાઉડ કરવાના હત્પકમ મુજબ ઘોરાડ (ભસ્ટડ) પક્ષીના સંરક્ષણ માટે બાડા, બાંભડાઈ ગામના ઘાસિયા મેદાનો તેના હેબિટેટ એરિયામાં આવે છે અને આ વિસ્તારના ખેડૂતોને પક્ષીની સુરક્ષા માટે વીજળીના કનેકશનની લાઈનો આપવામાં આવતી નથી. બાડા ગામ ઘોરાડ એ–મન્ચુરીની નજીક આવેલું ગામ છે. બસ્ટર્ડ (ઘોરાડ) સેન્ચુરીની આટલી નજીકમાં એક અત્યતં મોટા કારખાનાને મંજૂરી આપવામાં આપે તો તેની ઘણી જ ગંભીર અસર ચોરાડના સંરક્ષણ પર થશે.
કંપની આવવાથી ખેતી પડી ભાંગશે અને વૃક્ષોનું નિકંદન નિકળી જવશે અને ગ્રીન હાઉસ ગેસની માવા જા કરતા પણ વધારે વધશે. કાંઠા પટ્ટીના ગામડાઓ ઉપર સહેલા સેલ્ટર બેલ્ટના જંગલી કુદરતી આફતોથી રક્ષણ આપે છે, જેને જીએચસીએલ કંપની તેની પ્રસ્તાવીત યોજના મુજબ ટનલ નાખીને ખલેલ પહોંચાડવાની છે.
હાલમાં ગુજરાત સરકાર ચેરના વાવેતર માટે મોટાપાયે મૂડી રોકાણ કરેલો છે અને દેશમાં બંગાળ પછી બીજા નંબરે ચેલીયાના વિસ્તાર રાયોમાં આવેલા છે. અહીં અને આસપાસના બીજા ગામોના દરિયાઈ વિસ્તારમાં ચેરનું વાવેતર કરવામાં આવે તો બંગાળથી વધુ સારા ચેરીયાના જંગલ બનાવી શકાય જે રોજગારીની સાથે સાથે પર્યાવરણ સુધારશે અને કાંઠાળ વિસ્તારનું બિપરજોય જેવા વાવાઝોડાથી રક્ષણ પણ કરશે.
જીએચસીએલ એ બનાવેલા પર્યાવરણીય ઇઆઈએ રીપોર્ટ સરકારીને તદ્દન ગેરમાર્ગે દોરે તેવા છે અને કોઈ પણ વિસ્તારનો અભ્યાસ કર્યા વગર બનાવેલા છે. સ્થાનિક, કોસ્ટલ ઝોન, ફોરેસ્ટ વગેરે કોઈજ ખાતાઓની કોઈ જ પરવાનગી કે સ્થાનિક લોકોના કોઈજ મંતવ્યો લીધેલા ન હોવાનું કોંગ્રેસ પ્રવકતા હેમાંગ રાવલે જણાવ્યું હતું.
બાડા તથા આજુબાજુના વિસ્તારોમાં ૧૦,૦૦૦થી વધુ ગૌધન છે અને તેના ગોચર માટે કંપનીને ફાળવાયેલ જમીનનો ઉપયોગ કરવામાં આવે છે બાડા તથા આજુબાજુના પર્યાવરણ અને ખેતીથી સમૃદ્ધ હોવાથી વાર્ષિક ૨૦૦ કરોડથી વધારે ટર્ન ઓવર ધરાવે છે. આ કંપનીના આવવાથી ગોચર તથા પર્યાવરણ નાશ પામવાથી ખેતીવાડી અને પશુપાલનને પણ નુકસાન થવાની સંભાવના રહેલી છે.
બાડા ગામે ભારતીય સંસ્કૃતિ અને ભારતની વિરાસતનું જતન કરતી ગોએન્કાજી દ્રારા સ્થાપિત વિશ્વપ્રસિદ્ધ વિપશ્યના સંસ્થા આવેલી છે. યાં સમગ્ર દેશ અને વિશ્વમાંથી લોકો મનની શાંતિ માટે આવે છે અને સમગ્ર વિશ્વમાં ભારતની આધ્યાત્મિક છાપને વધુ મજબૂત કરી રહ્યા છે. આવા અનેક કારણોને જવાબદાર ગણી ગુુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ પર્યાવરણ બચાવવાની આ મુહીમમાં સ્થાનિકોની સાથે છે અને સરકારને અનુરોધ કરે છે કે, કચ્છમાં ગૌધન,પશુપાલન,ખેતી, પર્યાવરણ અને વિપસ્યના સેન્ટરને નાબૂદ થતું અટકાવવા માટે જી.એચ.સી.એલ કંપનીને ફાળવવામાં આવેલી જમીન તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે તેવો અનુરોધ કર્યેા હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર જીલ્લાના વિવિધ ગામોની મુલાકાત લઇ લોકો સાથે સંવાદ કર્યો
February 24, 2025 04:19 PMબાંગ્લાદેશમાં ટોળાએ એરબેઝ પર કર્યો હુમલો, સૈનિકોએ અનેક રાઉન્ડ ગોળીબાર કરતા એકનું મોત, અનેક ઘાયલ
February 24, 2025 03:55 PMડેંગ્યુ, ટાઇફોઇડ, કમળો સહિતના ૧૯૪૬ કેસ; તાવથી બાળકનું મૃત્યુ
February 24, 2025 03:48 PMજેતપુર–રાજકોટ સિકસલેન રોડના કામમાં યોગ્ય ડાયવર્ઝનના અભાવે દિવસભર ટ્રાફિકજામ
February 24, 2025 03:46 PMખોદકામ કરી છ માસથી રસ્તા કામ રઝળાવ્યું લતાવાસીનું ટોળું મહાપાલિકામાં ધસી આવ્યું
February 24, 2025 03:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech