એક દિવસમાં 3પ થી વધુ કેસના વાવડ છતાં સરકારી ચોપડે માત્ર બે કેસ

  • April 07, 2021 08:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકા તાલુકામાં કોરોના બ્લાસ્ટ..?: જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા પોઝીટીવ કેસના આંકડાઓમાં ફરી બાજીગરી કરાતી હોવાની ઉઠતી રાવ

રાજયભરમાં કોરોના મહામારીએ ફરી માથું ઉંચક્યુ છે ત્યારે દેવભૂમિ દ્વારકામાં પણ કોરોનાનો કહેર ફરી વતર્વિા લાગ્યો છે. ગઇકાલે એક જ દિવસમાં દ્વારકા તાલુકામાં 3પ થી વધારે પોઝીટીવ કેસો નોંધાયાની ચચર્ઓિ વચ્ચે જિલ્લા આરોગ્ય તંત્ર માત્ર બે કેસ બતાવતા ફરી એક્વાર પોઝીટીવ કેસોની સંખ્યા છૂપાવી સબ સલામતની ભૂમિકામાં જોવા મળ્યુ છે.

ગઇકાલે સાંજે દેવભૂમિ દ્વારકાના આરોગ્ય વિભાગ દ્વારા રજૂ કરાયેલ જિલ્લાના કોરોનાના ઓફીશીયલ આંકડાઓમાં દ્વારકા તાલુકામાં માત્ર બે નવા પોઝીટીવ કેસ નોંધાયાનું જણાવાયું છે. જો કે ગઇકાલે દ્વારકા તાલુકાના કોવિડ ટેસ્ટીંગ કેન્દ્રો પૈકી ઓખા, બેટ, સુજરકરાડી, ટુંપણી, વરવાળા, દ્વારકા કેન્દ્રોમાં આધાભૂત વર્તુળોમાંથી મળતાં આંકડાઓનો સરવાળો માંડતા માત્ર એક દિવસમાં જ પોઝીટીવ કેસોની સંખ્યા 3પ થી વધુ હોવાનું બહાર આવતાં ફરી એક વખત દેવભૂમિ દ્વારકા જિલા આરોગ્ય વિભાગ દ્વારા વાસ્તવિક્તાથી કોંસો દૂર હોય તેવા ભૂલભરેલાં આંકડા દશર્વિાતા હોવાની અને સબ સલામત હોવાની ભૂમિકામાં જોવા મળતાં સમગ્ર તાલુકામાંં ભારે ચકચાર ઉઠવા પામી છે.

આરોગ્ય વિભાગના આધારભૂત વર્તુળો મળતી માહિતી બાદ ગઇકાલના દ્વારકા તાલુકાના કોરોના પોઝીટીવના આંકડા અંગે દ્વારકા હેથ સુપરવાઇઝર મનોજ ચાવડાને પૂછતાં પહેલા તેઓએ રાત્રિ સુધીમાં આંકડા આપવાનું કહી બાદમાં આંકડાઓ આપવાની ઉપરથી મનાઇ હોવાનું અને આંકડાઓ માટે જિલ્લા આરોગ્ય અધિકારી સુતરીયાને પૂછવાનું જણાવતાં આરોગ્ય તંત્ર આંકડાઓ છૂપાવવા કે બાજીગરી કરવા કોવિડ પોઝીટીવ કેસોની સંખ્યા નહિંવત દેખાડાતી હોવાની આશંકાઓને ફરી વેગ મળ્યો છે.

દ્વારકા તાલુકામાં આરોગ્ય વિભાગ દ્વારા વાસ્તવિક નોંધાતા કેસોની સામે જિલ્લાથી જાહેર થતાં આંકડાઓમાં હિમાલય જેવડા તફાવત અંગે પૂછવા એકથી વધુ વખત ટેલીફોનીક સંપર્ક કરવા છતાં જિલા આરોગ્ય અધિકારી સુતરીયાનો ફોન ઉપડયો ન હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS