રાજકોટ માર્કેટ યાર્ડમાં કઠોળની આવક વધવા છતાં દાણાપીઠમાં ભાવમાં ભડકો

  • December 04, 2023 11:20 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ માર્કેટ યાર્ડમાં નવી સીઝનના કઠોળની આવક સતત વધવા છતાં પણ રાજકોટ દાણાપીઠ સહિતની બજારોમાં ભાવમાં પણ સતત વધારો થઇ રહ્યો હોય સંગ્રહખોરો અને સટોડીયા સક્રિય થયાની શંકા ઉપસ્થિત થઇ રહી છે. યાર્ડમાં નવી આવકો સતત વધી રહી છે આથી ખરેખર ભાવ ઘટવા જોઇએ તેના બદલે હોલસેલ અને રિટેઇલ માર્કેટમાં ભાવ વધી રહ્યા છે. ઉલટું ક્યારેક તો એવું બને છે કે યાર્ડમાં ખેડૂતોને તેના કઠોળના વ્યાજબી કે મળવાપાત્ર ભાવ મળ્યા ન હોય છતાં રિટેઇલ બજારમાં તો ગ્રાહકોને કઠોળ મોંઘાદાટ ભાવે જ મળે છે.

વિશેષમાં યાર્ડમાં નવી સીઝનના પ્રારંભે કઠોળની આવક સતત વધી રહી છે. શનિવારે આવક અને ભાવ જોઇએએ તો તુવેરની 250 કવીન્ટલની આવક સામે પ્રતિ 20 કિલોનો ભાવ રૂ.1955થી 2370, અડદમાં 850 કવીન્ટલની આવક સામે ભાવ 1650થી 1970, મગમાં 550 કવીન્ટલની આવક સામે ભાવ 1541થી 2081, વાલમાં 13 કવીન્ટલની આવક સામે ભાવ 4000થી 4501, ચોળી માં 40 કવીન્ટલની આવક સામે ભાવ 2800થી 3300, મઠમાં 400 કવીન્ટલની આવક સામે ભાવ 1050થી 1525, વટાણામાં 50 કવીન્ટલની આવક સામે ભાવ 1125થી 1675, જ્યારે ચણામાં પીળામાં 840 કવીન્ટલની આવક સામે ભાવ 1051થી 1150 અને સફેદમાં 100 કવીન્ટલની આવક સામે ભાવ સુધી 2000થી 2800 સુધી રહ્યા હતા.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application