જેતપુરમાં રહેતા યુવાને પત્નીની ડીલેવરી સમયે અને જેતપુરમાં જ રહેતી મહિલા પાસેથી રૂપિયા 50,000 ની રકમ 10 ટકા વ્યાજ લીધી હતી. બાદમાં રૂપિયા દોઢ લાખ વ્યાજ ચૂકવી આપ્યું હોવા છતાં આ મહિલા વધુ રૂપિયા 1.70 લાખની ઉઘરાણી કરતી હોય યુવાને આ અંગે જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
જેતપુરમાં દેસાઇવાડીમાં તેજાકાળા પ્લોટની સામે શિવ શક્તિ એપાર્ટમેન્ટમાં ચોથા મળે રહેતા મયુર રમેશભાઈ સોલંકી (ઉ.વ 36) નામના યુવાને જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે અહીં જેતપુરમાં જ રહેતી રેખાબેન દરબાર નામની મહિલાનું નામ આપ્યું છે.યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે સાડીના કારખાનામાં છૂટક મજૂરીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે સંતાનમાં બે પુત્રી એક પુત્ર છે યુવાને ધોરાજી રોડ જલારામ નગર- માં ૧૦૦ વારનો પ્લોટ છે.
ચારેક વર્ષ પૂર્વે યુવાન જુનાગઢ રોડ પર આવેલ રાજેશ્વર સોસાયટીમાં રહેતો હતો તે સમયે પત્ની પ્રેગનેટ હોય અધૂરા મહીને જોડિયા બાળકો પુત્ર અને પુત્રીનો જન્મ થયો હતો. તે સમયે દવાખાનામાં ખર્ચ થતા પૈસાની જરૂરિયાત હોય રેખાબેન દરબારને વાત કરી હતી અને કહ્યું હતું કે, 50000 ની તાત્કાલિક જરૂરિયાત છે જેથી રેખાબેન મહિનાનું રૂપિયા 5,000 વ્યાજ તેમ કહી વ્યાજે રકમ આપી હતી. બાદમાં યુવાન નિયમિત મહિને રૂ.5,000 વ્યાજ ચૂકવતો હતો યુવાને અઢી વર્ષ સુધી વ્યાજની આ રકમ ચૂકવી હતી. બાદમાં યુવાને મજૂરીકામ બંધ થઈ જતા બે માસ વ્યાજ આપી શક્યો ન હતો. જેથી આ રેખાબેને ઘરે આવી વ્યાજની ઉઘરાણી કરી હતી.
ત્યારબાદ યુવાન પોતાનું મકાન બદલી દેસાઈવાડીમાં રહેવા ચાલ્યો ગયો હતો. આજદિન સુધીમાં યુવાને આ મહિલાને રૂ. 50,000 ના બદલામાં 1.50 લાખ જેટલું વ્યાજ ચૂકવી આપ્યું છે તેમછતાં રેખા વ્યાજ તથા મુદ્દલ સહિત કુલ રૂપિયા 1.70 લાખની ઉઘરાણી કરતી હોય જેથી યુવાને આ મામલે જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ મહિલા વ્યાજખોર સામે મની લેન્ડ એકટની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમુઝફ્ફરપુર એક્સપ્રેસ ટ્રેનની આગામી ચાર ટ્રિપનું ઉત્તર પ્રદેશમાં માર્ગાંતર
April 19, 2025 03:14 PMછૂટાછેડા થયાના પણ ત્રણ વર્ષ બાદ કરવામાં આવેલી દહેજ ની ફરિયાદથી સુપ્રીમ પણ ચોંકી
April 19, 2025 03:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech