રાજકોટ શહેરની ભાગોળે આવેલ શાપર વેરાવળ જીઆઈડીસીમાં આવેલા રાજુ એન્જીનીયરીંગના તત્કાલીન વાઇસ પ્રેસિડેન્ટ સુભાષચદ્રં સીનોયએ કંપનીની ખાનગી વિગતો લીક કરી દીધા અંગે પોલીસ ફરિયાદ નોંધવવામાં આવી છે. વાઇસ પ્રેસિડેન્ટ રહી ચૂકેલા શખસની કામગીરી સંતોષકારક નહિ હોવાથી છૂટા કરવા નોટીસ આપ્યા બાદ તેણે અત્યતં ગુ માહિતી અન્ય કંપનીને આપી દીધાની આશંકા સાથે આ ફરિયાદ નોંધાવી છે.
રાજકોટમાં પંચવટી સોસાયટી શેરી નંબર સી–૧૦માં રહેતા અને શાપર વેરાવળના સર્વે નંબર ૨૧૦ ખાતે રાજુ એન્જીનીયર્સ નામે પ્લાસ્ટિક પ્રોસેસિંગ મશીનરી બનાવવાનું કારખાનું ધરાવતા ૬૫ વર્ષીય કારખાનેદાર રાજેશભાઇ નાનાલાલ દોષીએ શાપર પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં આરોપી તરીકે તેમની જ કંપનીમાં તત્કાલીન વાઇસ પ્રેસિડેન્ટ તરીકે ફરજ બજાવતા વાપીના રહેવાસી સુભાષચદ્રં ચીનોયનું નામ આપતાં જણાવ્યું હતું કે, મારા યુનિટમાં કુલ ૪૫૦ અલગ અલગ કેટેગરીના માણસો કામ કરે છે. બે વર્ષ પહેલા સુભાષચદ્રં સીનોયને વાર્ષીક ૬૫ લાખ પીયાની સેલેરી પેકેજથી તા. ૧૧૦૫૨૦૨૩ ના રોજથી અમારી કંપનીમાં વાઇસ પ્રેસીડેન્ટ તરીકે નોકરી પર રાખેલ હતો. સુભાષચંદ્રને કંપની તરફથી લેપટો૫ આપી અન ઇ–મેઇલ આઇ.ડી. બનાવી આપવામાં આવેલ હતું. જેનો ઉપયોગ સુભાષચદ્રં કરતો હતો. સુભાષચંદ્રએ નાણાકીય વ્યવહાર સિવાયનું કંપનીનું તમામ કામકાજ સંભાળવાનું રહેતુ હતું. સુભાષચંદ્રએ આશરે બે વર્ષ જેટલો સમય અમારી કંપનીમાં કામ કયુ અને જાન્યુઆરી,૨૦૨૫ માં સુભાષચંદ્રની કામગીરી સંતોષકારક ન હોય જેથી તેને કંપનીમાંથી છુટા કરવાનું જણાવેલ હતું. જેથી તેણે બીજી નોકરી મળે ત્યા સુધી અમારી કંપનીમાં કામ પર ચાલુ રાખવા રીકવેસ્ટ કરતા તેને નોકરી પર ચાલુ રાખ્યો હતો.
ત્યારબાદ સુભાષચંદ્રએ અમને જાણ કરેલ કે, હવે મને બીજી જગ્યાએ નોકરી મળી ગયેલ છે જેથી ગઇ તા.૦૬૦ ૪૨૦૨૫ ના રોજ સુભાષચંદ્રને કંપનીમાં નોકરી પરથી છુટા કરવામાં આવેલ હતો. ત્યારે તેણે કંપની તરફથી આપવામાં આવેલ લેપટોપ જમા કરાવેલ અને તે બીજી જગ્યાએ નોકરી પર જતો રહેલ હતો.
બાદ ગઇ તા. ૨૦૦૫૨૦૨૫ ના રોજ અમારી કંપનીના ઈ.ડી.પી. ડીપાર્ટમેન્ટના માણસોએ સુભાષચંદ્રને ફાળવેલ લેપટોપ ચેક કરતા જાણવા મળેલ કે, સુભાષચદ્રં અમારી કંપનીના કર્મચારી હોય તેમ છતા કંપનીનો ખાનગી ડેટા જેમ કે કંપોનન્ટના ડ્રોઈંગ્સ, મશીનમાં વપરાતા મટીરીયલની યાદી, ડાઇ ડીઝાઈન કરવા માટેના સોટવેરની વિગત, અમારી કંપનીના ગ્રાહકોની વિગત, કંપનીના આગલા વર્ષના પ્લાનીંગની વિગત, અમારી કંપની જે મશીનરી બનાવે છે તેની ટેકનીકલ ડીટેઇલ્સ, કંપનીમાં કામ કરતા કર્મચારીઓની સંપુર્ણ ડીટેઇલ, સપ્લાયરની ખાનગી માહિતી, મશીનમાં વપરાતા પાર્ટસની સંપુર્ણ ડીટેઇલ વિગેરે કંપનીની ખાનગી અને માહિતી લીક થયેથી કંપનીને મોટુ નુકશાન થઇ શકે તેવી માહિતી સુભાષચંદ્રએ કંપનીના ઈ–મેઇલ આઇ.ડી. પરથીર શેર કરેલની વિગત જાણવા મળેલ હતી. જેથી આ વાત મને અમારા કોમ્પ્યુટર ડીપાર્ટમેન્ટના શેખર તકવાણી તથા હિરેન સંઘવીએ કરતા અમે તપાસ કરતા સુભાષચદ્રં સીનોય હાલ અમારા વ્યાપારીક હરીફ વિન્ડસર મશીન્સ લીમીટેડ(વટવા,અમદાવાદ)માં નોકરી કરતો હોવાનું જાણવા મળેલ હતું.
આમ સુભાષચદ્રં સિનોયે કંપનીમાં વાઇસ પ્રેસિડેન્ટની મહત્વપૂર્ણ સ્થાને ફરજ બજાવી હોય તેને કંપનીની તમામ ખાનગી વિગતો અંગે જાણકારી હોય તેને નોકરી પરથી છૂટા કરવાનું જણાવતા અમારી કંપનીની અત્યતં ખાનગી માહિતી જે લીક થયેથી કંપનીને મોટુ નુકશાન થઇ શકે તેવી માહિતી પોતાના ખાનગી ઈ–મેઇલ આઇ.ડી. પર ટ્રાન્સફર કરી અમારી સાથે વિશ્વાસ ઘાત કરેલ હોય કારખાનેદારે પુરાવા સાથે શાપર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
જે અંગે શાપર પોલીસે બીએનએસની કલમ ૩૧૬ હેઠળ વાપીના સુભાષચદ્રં સિનોય વિદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી
આટલી મહત્વની વિગત લીક કરી
(૧) કંપોનન્ટના ડ્રોઈંગ્સ
(૨) મશીનમાં વપરાતા મટીરીયલની યાદી
(૩) ડાઇ ડીઝાઈન કરવા માટેના સોટવેરની વિગત
(૪) કંપનીના ગ્રાહકોની વિગત
(૫) કંપનીના આવતા વર્ષના પ્લાનીંગની વિગત
(૬) કંપની જે મશીનરી બનાવે છે તેની ટેકનીકલ ડીટેઇલ્સ
(૭) કંપનીમાં કામ કરતા કર્મચારીઓની સંપુર્ણ ડીટેઇલ
(૮) સપ્લાયરની ખાનગી માહિતી
(૯) મશીનમાં વપરાતા પાર્ટસની સંપુર્ણ ડીટેઇ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતમાં ઈલોન મસ્કની સ્ટારલિંકનો માર્ગ મોકળો, સેટેલાઇટ ઇન્ટરનેટ લાઇસન્સ મળ્યું
June 06, 2025 05:09 PMઅનુસૂચિત જાતિના યુવક-યુવતીઓ માટે વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિરનું આયોજન
June 06, 2025 03:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech