ગુટલીબાજ કર્મચારીઓના મામલે નાયબ ડીડીઓએ ખુલાસા માંગ્યા

  • June 09, 2021 10:15 AM 

સોમવારે કરાયેલા સરપ્રાઇઝ ચેકીંગ બાદ પાંચ કર્મચારીઓ હતા ઘેરહાજર

જામનગર જીલ્લા પંચાયતમાં ડીડીઓ દ્વારા કરાયેલા ઓચિંતા સરપ્રાઇઝ ચેકીંગમાં પાંચ ગુટલીબાજ કર્મચારીઓ પકડાતા ભારે હો હા મચી ગઇ હતી, ગઇકાલે કરાયેલા ચેકીંગ બાદ નાયબ ડીડીઓ પાર્થ કોટડીયાએ પાંચ કર્મચારીના લેખીત ખુલાસા માંગ્યા છે અને તેઓને કારણદર્શક નોટીસ પણ પાઠવવામાં આવી છે.

જીલ્લા પંચાયતમાં અવાર નવાર લોકોના કામ થતા નથી, કર્મચારીઓ હાજર હોતા નથી આ પ્રકારની ફરીયાદો મળી હતી, સોમવારે ડીડીઓ ડો. વિપીન ગર્ગે બે ટીમ બનાવીને 24 વિભાગમાં ચેકીંગ કર્યુ હતું જેમાં શિક્ષણ વિભાગમાં જુ. કલાર્ક સી.એન. દવે, સમાજ કલ્યાણ વિભાગમાં નિરીક્ષક ડી.આર. સંઘાણી, પશુપાલન વિભાગમાં જુ. કલાર્ક એસ.પી. કરમુર, આંકડા વિભાગમાં મદદનીશ એસ.જી. રંગીયા અને કુટુંબ કલ્યાણ વિભાગમાં ચુડાસમા નામના કર્મચારી ગેરહાજર હતા, કુલ 134 કર્મચારીઓમાંથી 129 કર્મચારીઓ હાજર હતા, કોણ જાણે ડીડીઓ આવવાના છે તેવી ગંધ આવી ગઇ હોય, મોટાભાગના કર્મચારીઓ હાજર હતા.

આ અંગેની તપાસ નાયબ ડીડીઓ પાર્થ કોટડીયાને સોંપવામાં આવી છે અને તેઓએ આ પાંચેય કર્મચારીના નોટીસ આપીને ખુલાસા પુછયા છે. આમ જીલ્લા પંચાયતમાં પાંચ ગુટલીબાજ કર્મચારીઓ પકડાઇ ગયા બાદ ચણભણાટ શ થયો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS