લાલપુર બાયપાસ પાસે ટાઇલ્સની ઓફીસમાં સાત વેપારીની અટક : સુભાષપાર્ક, આણંદપર, જગા, લાલપુર, આરબલુસ, કાનાલુસ, મોટા ઇટાળા, નવાગામ, તમાચણ, સોનવાડીયા વિગેરે સ્થળોએ પોલીસના દરોડા : રોકડ, મોબાઇલ, વાહનો, સાહિત્ય સહિત લાખાનો મુદામાલ જપ્ત
જામનગર શહેર, જીલ્લામાં શ્રાવણીયા જુગારની જમાવટ જોવા મળી રહી છે, પોલીસ દ્વારા જુદા જુદા વિસ્તારોમાં દરોડા પાડવામાં આવી રહયા છે, વધુ 14 સ્થળોએ પોલીસ ત્રાટકી હતી જેમાં મહિલા સહિતના પત્તાપ્રેમીઓ ઝપટમાં આવ્યા છે, લાલપુર બાયપાસ પાસે પ્રણામી ટાઇલ્સની ઓફીસમાં એલસીબીએ દરોડો પાડીને તિનપતીનો જુગાર રમતા સાત વેપારીને 4.22 લાખના મુદામાલ સાથે પકડી લીધા હતા ઉપરાંત શહેરના સુભાષપાર્ક, લાલપુર બાયપાસ, કાલાવડ, કાનાલુસ, નવાગામ, આરબલુસ, લાલપુર, જગા ગામ, તમાચણ, મોટા ઇટાળા, સ્વામીનારાયણ પાર્ક નજીક, સોનવાડીયા જેવા સ્થળોએ પોલીસે દરોડા પાડયા હતા. સાધના કોલોનીમાં એકી બેકી રમતા બે ઝપટમાં આવ્યા હતા.
જામનગરના લાલપુર બાયપાસ પાસે પ્રણામી ટાઇલ્સની ઓફીસમાં નાલ ઉઘરાવી તિનપતી જુગારનો અખાડો ચાલી રહયો છે તેવી બાતમીના આધારે એલસીબીએ દરોડો પાડીને તિનપતીનો જુગાર રમતા મુળ નાના થાવરીયાના હાલ પ્રણામી ટાઇલ્સ બાયપાસ પાસે રહેતા વેપારી નિલેશ પરસોતમ તાળા, મયુરબાગ શેરી નં. 6માં રહેતા વેપરી નિમેશ કિશોર અકબરી, ગોકુલદર્શનના મુળ વિરપુરના વેપારી કેવીન જીતેશ સંઘાણી, જોલી બંગલા પાસે રાજ પેલેસ એપાર્ટમેન્ટ ફલેટ નં. 203માં રહેતા વેપારી મીત કિશોર સાવલીયા, ગોકુલ દર્શન સોસાયટી બ્લોક 14/20માં રહેતા કેટરર્સના ધંધાર્થી નિલેશ રમેશ ડાંગરીયા, જયોતીપાર્ક શિવધારા-2માં રહેતા વેપારી કેવીલ દિનેશ ભંડેરી, જય હરી સોસાયટીમાં રહેતા વેપારી વિપુલ ઉર્ફે પાંચો વલ્લભ સંઘાણીને પકડી પાડયા હતા.
જુગારના અખાડામાંથી 1.12.500ની રોકડ, 7 મોબાઇલ, 3 મોટરસાયકલ, કાર, ગંજીપતા મળી કુલ 4.22.500નો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો, દરોડાના પગલે ચકચાર મચી જવા પામી છે. બીજા દરોડામાં રણજીતસાગર રોડ, સુભાષ પાર્ક શેરી નં. 4માં તિનપતીનો જુગાર રમતા સુભાષ પાર્કના જલી ઉર્ફે ગીતાબેન વિરમ ચાવડા, પામોરાના વષર્બિેન જગદીશ ગોરફાડ, મંગલધામ સોસાયટીના પુરીબેન કાનજી મેસવાણી, ડીમ્પલબેન જીતુ હંજડા, નવાનગરના વષર્બિેન મંગળસિંહ ગોહિલ અને કનૈયા પાર્કના ગીતાબેન વિરમ ચાવડાની અટકાયત કરી 3350ની રોકડ અને ગંજીપતા જપ્ત કયર્િ હતા.
આ ઉપરાંત નિકાવા આણંદપર રોડ પર તિનપતીનો જુગાર રમતા નિકાવાના જીતેશ ઉર્ફે જીતો બાબુ વાજલીયા, સાગર પ્રવિણ વાઘેલા, ભરત વીનુ વાઘેલા, શિવા સંગ્રામ મદરીયા, અજય લધુ વાજલીયા, રાજડાના દિનેશ ધરમશી વાઘેલાની અટકાયત કરી રોકડા 10370 , 5 મોબાઇલ, 4 બાઇક મળી 1.31.870નો મુદામાલ જપ્ત કર્યો હતો, કાનાલુસમાં તિનપતીનો જુગાર રમતા અજય અશોક રાઠોડ, દિલીપસિંહ જાલમસંગ જાડેજાને તિનપતીનો જુગાર રમતા રોકડા 970 સાથે પકડી લીધા હતા.
નવાગામ નવ નંબર પાસે તિનપતીનો જુગાર રમતા નવાગામના નવિન પુના રાઠોડ, મયુર ગોગન રાઠોડ, રોહીત ગોગન રાઠોડ, જયસુખ ભના ચુડાસમા, અલ્પેશ કેશુ રાઠોડને રોકડા 2650 સાથે દબોચી લીધા હતા, આરબલુસ પ્લોટ વિસ્તારમાં તિનપતીનો જુગાર રમતા લલીત કરશન જેપાર, હરીલાલ દામજી પરમાર, ધીરજ ખીમજી ચૌહાણ, કરણ નાનજી ધ્રુવ, હંસાબેન નાનજી ધ્રુવની અટક કરી રોકડા 10240 અને ગંજીપતા જપ્ત કયર્િ હતા, જયારે લાલપુર સહયોગ પાર્કમાં જુગાર રમતા સહકાર પાર્કના આનંદબા ગુલાબસિંહ ચુડાસમા, અમદાવાદના પાલબેન પરાગ વડેરા, લક્ષ્મીપાર્કના નિરુપમાબેન તુલશીદાસ રાયઠઠ્ઠા, બાબાબા જયુભા વાઢેર, સહકાર પાર્કના કાજલબેન દેવાણંદ નંદાણીયા, જાનકીબેન મુકેશ પંડયા, નુતનબેન પ્રકાશ ડોડીયા, મીતાબેન બિપીન સચદેવ, શીલાબેન ભરત રાઠોડની અટક કરી હતી. 11230ની રોકડ કબ્જે લેવામાં આવી હતી.
જગા ગામમાં જુગાર રમતા કરશન ધના ઝાપડા, સીદા ભીમા ઝાપડા, જીવા ભીમા ઝાપડાને રોકડ 7730 સાથે પકડી લીધા હતા, તથા બીજા દરોડામાં જુગાર રમતા જગા ગામના સામત ભલા ઠુંગા, લાલજી છગન ઠુંગા, સુરેશ વિરમ ઠુંગાને રોકડા 4670 સાથે દબોચી લીધા હતા, તેમજ તમાચણ ચોકમાં જુગાર રમતા રાજેન્દ્રસિંહ દિલુભા પરમાર, કાના દાના ડાંગર, ભરતસિંહ દિલુભા પરમારને રોકડા 5370 સાથે પકડી લીધા હતા. તમાચણમાં બીજા દરોડામાં જુગાર રમતા યશપાલસિંહ હરેન્દ્રસિંહ પરમાર અને વનરાજસિંહ ગુલાબસિંહ પરમારને રોકડા 2850 સાથે ઝડપી લીધા હતા.
આ ઉપરાંત મોટા ઇટાળા સીમમાં તિનપતીનો જુગાર રમતા ઇટાળા ગામના હાલ મોરબી રોડ રહેતા પ્રકાશ બાબુ મુંગરા, રાજપર ગામના અશોક ઉર્ફે મુન્ના લખધીરસિંહ જાડેજા, ઇટાળાના વાલજી મેઘા રાઠોડ, રામપરના ઉમેશ દામજી મોલીયાને રોકડા 14200 સાથે પકડી લીધા હતા જયારે ઇટાળાના રાહુલ ગોરધન મુંગરા, ખારવાના બુધા મુંધવા, ઇટાળાના રવિ ડાયા રાતડીયા, સેજા બટુક મુંધવા અને અશોક બાબુ મુંગરા ફરાર થઇ ગયા હતા.
સોનવડીયા ગામમાં પાના ટીંચતા ભુરા મેરામણ હુણ, કરશન મેરામણ રાડા, ગોપના વિઠલ પરમાનંદ જોશી, સોનવડીયાના નાથા કારા રાડા, સરમણ ચના રાડાને રોકડા 10230 સાથે દબોચી લીધા હતા, જયારે બીજા દરોડામાં જુગાર રમતા જયેશ દેવા બંધીયા, કરણ પાલા રાડા, લાલા બોધા રાડા, હેમુભા નવલસંગ જાડેજા, હરદાસ લખમણ રાડા, કિશન બધા રાડાને રોકડા 15460 સાથે ઝડપી લીધા હતા. તેમજ જડેશ્ર્વરપાર્કના નિલેશ રતીલાલ વશીયર અને સાધના કોલોનીના હિતેશ પ્રભુ વશીયરને એકી બેકીનો જુગાર રમતા સાધના કોલોની પહેલા ગેઇટ પાસેથી રોકડા 2950 સાથે પકડી લીધા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMપૂર્વ CM વસુંધરા રાજેના કાફલાનો પાલીમાં અકસ્માત, પોલીસનું વાહન પલટતા પાંચ પોલીસકર્મી ઘાયલ
December 22, 2024 07:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech