જામનગરમાં મુળુભાઇ બેરાના હસ્તે ભારત સંકલ્પ યાત્રાનું પ્રસ્થાન

  • November 28, 2023 11:07 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજય સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના લોકો સુધી પહોંચે, જનતા જાગૃત થાય તેવો સંકલ્પ: મેયર, ધારાસભ્ય, સહિતના પદાધિકારીઓની હાજરી

ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ છેવાડાના લોકો સુધી પહોંચાડવાના ઘ્યેય સાથે શરુ થયેલી ભારત સંકલ્પ યાત્રાને આજે જામનગરમાં વન પર્યાવરણ મંત્રી મુળુભાઇ બેરાના અઘ્યક્ષ સ્થાને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું, આ યાત્રા શહેરના અલગ-અલગ વોર્ડમાં ફરીને ખાસ કરીને લોકોને સરકારી યોજનાઓથી લાભ મેળવવાની દીશામાં જાગૃત કરશે. આજે સવારે ચાંદીબજાર ખાતે કેબીનેટ મંત્રીએ ખાસ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને લોકો સુધી યોજનાઓને પહોંચાડવાની આ કવાયતને આવકારદાયક ગણાવી હતી.
ભારત સરકાર તથા ગુજરાત રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના અમલીકરણ માટે સરકાર સતત પ્રયત્નશીલ છે સરકારની તમામ યોજનાઓની જાગૃતિ ફેલાવવા માટે કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારની યોજનાઓનો લાભ પાત્રતા ધરાવતા લાભાર્થીઓ સુધી પહોંચે તે માટે રાજ્યના અનુસૂચિત આદિજાતિ વિસ્તારોમાં તા. ૧૫/૪/ ૨૦૨૩ ના રોજ સરકાર દ્વારા  (જનજાતિ ગૌરવ દિવસ) તરીકે ઉજવણી કરવામાં આવી હતી જેના ભાગરૂપે જામનગર મહાનગરપાલિકાના દરેક વિસ્તારમાં પણ આ દિવસની ઉજવણીના અનુસંધાને વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ યાત્રાનો પ્રારંભ આજરોજ મંત્રી મુળુભાઇ બેરાના અધ્યક્ષ સ્થાને સવારના ૯.૩૦  વાગ્યે ચાંદી બજાર ચોક ખાતેથી થયો હતો અને આ  વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ તા-૨૭/૧૧/૨૩ થી તા- ૫/ ૧૨ /૨૦૨૩ સુધી  સવાર ના દરરોજ  શહેરના બે વોર્ડ મળી દરેક વોર્ડમાં પરિભ્રમણ કરશે અને જામનગર  મહાનગર પાલિકાના ૧ થી ૧૬ વોર્ડમાં અલગ-અલગ  નિયત કરેલ રૂટ અને લોકેશન પર પ્રસ્થાન કરશે, દરેક વોર્ડમાં મંત્રી રાઘવજીભાઈ પટેલ, સાંસદ પુનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, તમામ પદાધિકારીઓ તથા મ્યુનિસિપલ સભ્યો, શહેર પ્રમુખ અને  શહેર  મહામંત્રીઓ  સહિત બહોળી સંખ્યામાં નગરજનો જોડાશે, સાથે-સાથે સરકારની વિવિધ  યોજનાઓના લાભાર્થીઓને ચેક રેપલીકા, સર્ટિફિકેટ, આયુષ્યમાન ભારત  કાર્ડ, કીટ વિતરણ થશે અને રથ સાથે પ્રધાનમંત્રીનો રેકર્ડ સંદેશ, વિડીયો પ્રસારણ કરવામાં આવશે, આ રથયાત્રામાં આરોગ્ય  કેમ્પ  પણ હશે,  તો આ રથયાત્રામાં શહેરીજનોને ઉત્સાહ પૂર્વક  ભાગ  લેવા જામનગર મહાનગર પાલિકાના મેયર વિનોદભાઈ  ખીમસૂરયા સહિત તમામ પદાધિકારીઓ, કમિશનર ડી.એન. મોદી દ્વારા જાહેર જનતાને આ વિકાસ યાત્રામાં જોડાવા અનુરોધ કરવામાં આવ્યો છે.
આજે ચાંદીબજાર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં કેબીનેટ મંત્રી ઉપરાંત મેયર, વિનોદ ખીમસુરીયા, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદી, શહેર ભાજપ પ્રમુખ ડો.વિમલ કગથરા, મ્યુ.કમિશ્નર ડી.એન.મોદી, ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટે.ચેરમેન નિલેશ કગથરા, શાસક પક્ષના નેતા આશીષ જોશી  સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં, કેબીનેટ મંત્રી મુળુભાઇ બેરાએ સંકલ્પ યાત્રાના રથની સામે શ્રીફળ વધેર્યુ હતું અને ત્યારબાદ પ્રાસંગીક ઉદબોધન આપ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application