સતત બીજા દિવસે સૌરાષ્ટ્ર્ર કચ્છ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ અને ઝાકળ જોવા મળી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં તેની અને ગરમીની અસર પ્રમાણમાં વધુ જોવા મળે છે. આજે સવારે રાજકોટમાં ૯૬ પોરબંદરમાં ૯૮ સુરતમાં ૯૧ સુરેન્દ્રનગરમાં ૯૦ ઓખામાં ૯૩ અને દ્રારકામાં ૯૧% ભેજ નોંધાયો હતો જેના કારણે આ તમામ વિસ્તારોમાં ધુમ્મસ ની તીવ્રતા અન્ય વિસ્તારોની સરખામણીએ વધુ રહી હતી.
ગરમીના મામલે પણ દરિયાકાંઠાના વિસ્તારો આગળ રહ્યા છે આજે રાજ્યમાં લઘુતમ તાપમાન દ્રારકામાં ૨૦.૫ અને ઓખામાં ૧૯.૮ છે. જે સમગ્ર રાયમાં પ્રથમ અને દીવતીય ક્રમે છે. આવી જ રીતે મહત્તમ તાપમાનમાં ૩૩ ડિગ્રી સાથે સમગ્ર રાજ્યમાં વલસાડ સૌથી ઉપર છે. સુરતમાં ૩૧ ભુજમાં ૩૦.૨ અને મહત્પવામાં ૩૧.૬ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે.
દરિયાકાંઠાના વિસ્તારોમાં આજના લઘુતમ તાપમાન ની વાત કરીએ તો ભાવનગરમાં ૧૬.૫ ભુજમાં ૧૮.૩ દ્રારકામાં ૨૦.૫ કંડલામાં ૧૮.૬ નલિયામાં ૧૫.૮ ઓખામાં ૧૯.૮ પોરબંદરમાં ૧૭ સુરતમાં ૧૮.૮ અને વેરાવળમાં ૧૯.૩ ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે. રાજકોટમાં આજનું લઘુતમ તાપમાન ૧૬.૮ ડિગ્રી રહેવા પામ્યું છે.
ગિરનાર પર્વત ઉપર આજે ૧૦.૮ ભવનાથ તળેટીમાં ૧૩.૮ અને જુનાગઢ શહેરમાં ૧૫.૮ ડિગ્રી લઘુતમ તાપમાન આજે નોંધાયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૬% નોંધાયું છે અને આજે જુનાગઢ તથા ગિરનાર પર્વત ઉપર પણ ધુમ્મસ છવાયું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઇઝરાયલનું ગાઝા પર મોટું આક્રમણઃ ત્રણ દિવસમાં મોતનો આંકડો 250ને પાર
May 17, 2025 08:03 PMબેંગલુરુમાં વરસાદનું વિઘ્ન! RCB vs KKR મેચના ટૉસમાં વિલંબ, પણ ચાહકોનો ઉત્સાહ અકબંધ
May 17, 2025 07:34 PMજામનગર જીલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ
May 17, 2025 05:38 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech