ઝાકળવર્ષા: રસ્તા-વાહનો ભીંજાયા....
જામનગરમાં શિયાળાની વ્હેલી સવારે ઝાકળ છવાઇ ગઇ હતી, જેના કારણે રસ્તાઓ ભીના લથપથ થઇ ગયા હતા, વ્હેલી સવારે વાહનચાલકોને હેડલાઇટનો સહારો લેવો પડ્યો હતો, ઝાકળના કારણે જાણે વાતાવરણમાં સફેદ ચાદર પથરાઇ જવા સ્થિતિ ઉત્પન્ન થઇ હતી, જોગીંગ કરનારાઓને ઝાકળભીંની સવારના દર્શન થયા હતા. આ શિયાળામાં ઠંડી જોઇ એવી પડી નથી, જે દર વર્ષ પડે છે, ઠંડીનો પારો શિયાળામાં એક વખત એક ડીજીટ થઇ જાય છે, પરંતુ આ વર્ષે સીંગલ ડીજીટમાં હજુ સુધી થયો નથી.
***
ગાઢ ધુમ્મસને કારણે લોકો થયા પરેશાન: ઠંડીને કારણે જનજીવન પર ભારે અસર
જામનગરમાં છેલ્લા ત્રણ-ત્રણ દિવસથી ગાઢ ધુમ્મસ ચાલી રહી છે, આજે વહેલી સવારે ૪:૩૦ વાગ્યાથી શહેર અને હાઇવે ઉપર ધુમ્મસની ચાદર આવતા રસ્તાઓ ભીના થઇ ગયા હતાં, એટલું જ નહીં માત્ર ૧૫ થી ૨૦ ફુટ જ વાહનો દેખાતા ન હતાં, સતત ધુમ્મસને કારણે લોકો પરેશાન થઇ ગયા છે, ઠેર-ઠેર તાપણા થઇ રહ્યા છે અને સુસવાટાભર્યા પવનને કારણે આખો દિવસ લોકો સ્વેટર અને મફલર પહેરી રહ્યા છે, આમ હાલારના જનજીવન ઉપર ઠંડીની ભારે અસર થઇ છે. આગામી દિવસોમાં હજુ કાતિલ ઠંડી પડશે તેવી હવામાન ખાતાની આગાહી આવી છે ત્યારે લોકોમાં અત્યારથી જ ફફડાટ ફેલાયો છે. લોકોએ એસી, પંખા બંધ કરી દીધા છે અને ઘરમાં પણ તાપણાનો સહારો લીધો છે ત્યારે સતત ૧૨ દિવસથી જામનગર સહિત સમગ્ર હાલારમાં ટાઢોડુ યથાવત રહ્યું છે. જેના લીધો જીરાના પાકમાં આગામી દિવસોમાં સારો ફાયદો થશે તેમ ખેતીવાડી નિષ્ણાંતોનું કહેવું છે.
કલેકટર કચેરીના ક્ધટ્રોલ રુમના જણાવ્યા મુજબ લઘુતમ તાપમાન ૧૨.૮ ડીગ્રી, મહત્તમ તાપમાન ૨૭.૫ ડીગ્રી રહ્યું હતું, હવામાં ભેજ ૯૫ ટકા અને પવનની ગતિ ૧૦ થી ૧૫ કિ.મી. પ્રતિકલાક રહી હતી. ઠંડીને કારણે દાંડીયા હનુમાન, ભીડભંજન, ટાઉનહોલ પાસે ડીકેવી કોલેજ, ખોડીયાર કોલોની વિસ્તારમાં ફુટપાથ પર સુતા કોર્પોરેશનના સેલ્ટર હોમમાં ખસેડવાની કામગીરી પણ શરુ કરવામાં આવી છે, જામનગર શહેરમાં ચા, કોફી, કાવો સહિતની વસ્તુઓમાં વેંચાણ વધી ગયું હતું, ગામડાઓમાં પણ ઠંડીની અસર જોવા મળી હતી, છેલ્લા બે દિવસથી જામનગરથી બહારગામ જતી એસ.ટી. બસ અને ખાનગી બસોમાં પણ મુસાફરોની સંખ્યા થોડી ઘટેલી જોવા મળી હતી.
હાલારના તાલુકા મથકો ખંભાળીયા, દ્વારકા, કલ્યાણપુર, જામજોધપુર, ભાણવડ, લાલપુર, કાલાવડ, ધ્રોલ, જોડીયા, સલાયા, ફલ્લા, ભાટીયા સહિતના ગામોમાં પણ આજ સવારથી ઠંડક જોવા મળી છે. જામનગરની આજુબાજુમાં ગામડાઓમાંથી હટાણુ કરવા આવતા લોકોને પણ તકલીફનો સામનો કરવો પડયો છે જયારે સવારે ૫ થી ૯ દરમ્યાન એસ.ટી.ના બસ વ્યવહાર ઉપર પણ અસર પડી છે. રાજયના હવામાન ખાતાએ જણાવ્યું છે કે, આગામી દિવસોમાં ઠંડી વધશે અને તાપમાન ૧૦ ડીગ્રી આસપાસ થઇ જશે ત્યારે ગામડાઓમાં પણ ઠંડીની ભારે અસર જોવા મળી છે, ગઇકાલે સાંજે જે રીતે ઠંડો પવન ફુંકાયો હતો તે જોતા ગામડાઓમાં પણ વ્હેલી બજારો બંધ થઇ ગઇ હતી, જામનગરમાં પણ ગરમ પીણાનું વેંચાણ વઘ્યું હતું, આજે સવારે વોકીંગ કરનારાઓને પણ ઠંડીની અસર જોવા મળી હતી.
બીજી તરફ ગરમ કપડાની બજારમાં પણ વેંચાણ વધી ગયું હતું અને લોકો સ્વેટર, શાલ, મફલર, જેકેટ અને અન્ય ગરમ કપડા ખરીદવા માટે બજારમાં જોવા મળ્યા હતાં, આ વખતે લગભગ એકાદ મહીનો ઠંડી મોડી શરુ થઇ છે, હવે આખો મહીનો ઠંડીનો રહે તેવી શકયતા છે તેમ હવામાન ખાતાનું કહેવું છે. આજે એવી હાલત ખરાબ હતી કે, લાંબા સમય બાદ વધુ ઝાકળ પડી હોય, આમ તો રાત્રે ૧૨:૩૦ વાગ્યા બાદ વલ પડવો શરુ થઇ ગયો હતો, રસ્તા ઉપર પાર્ક કરાયેલા વાહનો ભીના થઇ ગયા બાદ પરંતુ ૪ વાગ્યા બાદ ધુમ્મસ વધી હતી, જો કે ભેજનું પ્રમાણ પણ ૯૫ ટકા થઇ ગયું હતું, આમ હાલારમાં સતત ત્રીજા દિવસે ધુમ્મસે સામ્રાજય જમાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech