ગાઢ ધુમ્મસને કારણે દિલ્હી એરપોર્ટ પર ૧૦૦ થી વધુ લાઇટસ મોડી પડી. ઈઅઝહહહ ટેકનોલોજીવાળી લાઇટસ કાર્યરત હતી. ટ્રાફિક વિલંબને કારણે મુસાફરોને વધારાનો મુસાફરી સમય આપવાની સલાહ આપવામાં આવી હતી. દિલ્હીમાં હવાની ગુણવત્તા વધુ ખરાબ થઈ ગઈ, એકયુઆઈ ગંભીર સ્તરે પહોંચ્યો. અધિકારીઓએ સ્ટેજ ૩ પ્રદૂષણ વિરોધી પગલાં ફરીથી શ કર્યા. ગુવારે લઘુત્તમ તાપમાન ૪.૮ સેલ્સીયસ સુધી ઘટી ગયું.
આજે સવારે દિલ્હી એરપોર્ટ પર ગાઢ ધુમ્મસને કારણે ૧૦૦ થી વધુ લાઇટસ મોડી પડી છે. દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (ડીઆઈએએલ) એ પુષ્ટ્રિ કરી કે વિલબં ઓછી ધ્શ્યતાને કારણે થયો હતો. સીએટી ૩ ટેકનોલોજીથી સ કેટલીક લાઇટસ સંચાલનને મંજૂરી આપે છે, જે ઓછી વિઝીબીલીટીમાં, ઉતરાણ અને પ્રસ્થાન કરવામાં સક્ષમ હતી.
ડીઆઈએએલએ મુસાફરોને લાઇટ અપડેટસ માટે તેમની એરલાઇન્સનો સંપર્ક કરવાની સલાહ આપી અને અસુવિધા બદલ માફી માંગી. ઇન્ડિગોએ આજે વહેલી સવારે સોશિયલ મીડિયા દ્રારા મુસાફરોને ચેતવણી આપી, તેમને એરપોર્ટ પર મુસાફરી કરતા પહેલા લાઇટની સ્થિતિ તપાસવાની સલાહ આપી. એરલાઇને ધુમ્મસને કારણે ટ્રાફિકમાં વિલંબને કારણે વધારાનો મુસાફરી સમય આપવાની પણ ભલામણ કરી.
ભારતીય રેલ્વે મુજબ, રાષ્ટ્ર્રીય રાજધાની અને ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં ધુમ્મસની સ્થિતિને કારણે દિલ્હી જતી ૨૬ ટ્રેનો મોડી ચાલી રહી છે. દિલ્હી સહિત ગાઝિયાબાદ, નોઇડા અને ગુગ્રામમાં આજે સવારે ગાઢ ધુમ્મસ જોવા મળી હતી અને કેટલાક વિસ્તારોમાં વિઝીબીલીટી શૂન્ય થઈ ગઈ હતી.
માહિતી અનુસાર, દિલ્હીની હવાની ગુણવત્તામાં વધુ ખરાબ સ્થિતિ જોવા મળી, આજે સવારે ૬:૦૫ વાગ્યે એર કવોલિટી ઇન્ડેકસ (એકયુઆઈ) ૪૦૯ નોંધાયો, જેને 'ગંભીર' તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યો. ગઈકાલે, શહેરનો ૨૪ કલાકનો સરેરાશ એકયુઆઈ ૩૫૭ પર પહોંચ્યો, જે પાછલા દિવસના ૨૯૭ થી વધુ હતો. કમિશન ફોર એર કવોલિટી મેનેજમેન્ટ (સીએકયુએમ) એ આ વધારાને શાંત પવન અને ધુમ્મસ ને જવાબદાર ગણાવી છે. હવાની ગુણવત્તા બગડતી જવાને કારણે, સીએકયુએમએ અધિકારીઓને ગ્રેડેડ રિસ્પોન્સ એકશન પ્લાન (ગ્રેપ) હેઠળ સ્ટેજ ૩ પ્રદૂષણ વિરોધી પગલાં ફરીથી લાગુ કરવાનો નિર્દેશ આપ્યો. રવિવારે રદ કરાયેલા આ પગલાંમાં બિન–આવશ્યક બાંધકામ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધનો સમાવેશ થાય છે.
સીએકયુએમ ૪૦૧ અને ૫૦૦ ની વચ્ચેના એકયુઆઈ સ્તરને 'ગંભીર' તરીકે વ્યાખ્યાયિત કરે છે. એક પ્રવકતાએ જણાવ્યું હતું કે સ્ટેજ ૩ પ્રતિબંધોનો હેતુ વર્તમાન હવામાન પરિસ્થિતિઓ હેઠળ હવાની ગુણવત્તામાં વધુ બગાડ અટકાવવાનો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઓસ્ટ્રેલિયાનો ઐતિહાસિક વિજય: ચેમ્પિયન્સ ટ્રોફીમાં સર્વોચ્ચ લક્ષ્યનો પીછો કરીને ઇંગ્લેન્ડને હરાવ્યું
February 23, 2025 01:06 AMજામનગર: ખોડીયાર કોલોનીમાં થઈ ઘરફોડ ચોરી...જાણો શું બોલ્યા ડીવાયએસપી
February 22, 2025 06:49 PMજામનગરની જીજી હોસ્પિટલમાં લુખ્ખા તત્વોના આતંકની ઘટનાના સીસીટીવી વિડીયો સામે આવ્યા
February 22, 2025 06:47 PMજામનગરમાં દિગજામ સર્કલ નજીક આંબેડકર બ્રિજ પર બે રીક્ષા વચ્ચે અકસ્માતની ઘટના
February 22, 2025 06:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech