આગામી લોકસભા સામાન્ય ચૂંટણીને ધ્યાને લઈને દેવભૂમિ દ્વારકા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. ત્યારે ૫ મી જાન્યુઆરીના રોજ મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ થવાની છે. બીજી તરફ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ઈ.વી.એમ.નું ડેમોસ્ટ્રેશન શરુ કરાયુ છે. જિલ્લામાં મતદાર યાદીની સુધારણા ઝુંબેશ બાદ હવે આખરી યાદી તૈયાર કરવાની કામગીરી અંતિમ તબક્કામાં છે. બીજી તરફ મતદારોમાં મતદાન અંગે જાગૃતિ લાવવાના કેમ્પેઇન પણ શરુ કરવામાં આવી રહ્યા છે.
ઈ.વી.એમ. અને વી.વી.પેટ દ્વારા વોટ કેવી રીતે આપવાથી લઈને ઈ.વી.એમ. કેવા પ્રકારે સુરક્ષિત છે, તેની તમામ જાણકારી મતદારોને આપવા માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ઈ.વી.એમ.ના નિદર્શનના જાહેર કાર્યક્રમો કરવામા આવી રહ્યા છે.
પ્રથમવાર મતદાર બનેલા યુવાનોને પણ ઈ.વી.એમ. અને વી.વી. પેટના ફંક્શન દર્શાવવામાં આવશે. આ ઉપરાંત મતદાન વધે અને જે વિસ્તારમાં મતદાન ઓછું થાય છે ત્યાં પણ મોટા પ્રમાણમાં મતદાન થાય તે માટે મતદાર જાગૃતિના કાર્યક્રમો પણ યોજવામાં આવશે.
જિલ્લા કક્ષાએથી ખંભાળિયા વિધાનસભા મત વિભાગમાં કુલ બીયુ-૧૬, સીયુ-૧૬ અને વી.વી. પેટ-૧૬ તેમજ દ્વારકા વિધાનસભા મત વિભાગને બીયુ-૧૬, સીયુ-૧૬ અને વી.વી. પેટ-૧૫ મતદાર જાગૃતિના કાર્યક્રમો તથા તાલીમ માટે ફાળવવામાં આવ્યા છે.
આ મશીનો દ્વારા ગામેગામ ઈ.વી.એમ. નિદર્શન વાન મારફત જાગૃતિના કાર્યક્રમો હાથ ધરવામાં આવશે. તાલુકા કક્ષાએ તમામ મામલતદાર કચેરી ખાતે ઈ.વી.એમ. નિદર્શન કેન્દ્રો મારફત મતદાન જાગૃતિના કાર્યક્રમો યોજાઇ રહ્યા છે.
જિલ્લા ચૂંટણી અધિકારી અને દેવભૂમિ દ્વારકા કલેકટર દ્વારા મતદારો માટે ઈ.વી.એમ.નું ડેમોસ્ટ્રેશન કાર્યક્રમનો જિલ્લાના નાગરિકોને વધારેમાં વધારે લાભ લેવા અપીલ કરવામાં આવી છે. તેમ દેવભૂમિ દ્વારકા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીની યાદીમાં જણાવાયુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમયુર તું પકડાઈ ગયો છો કહેતા જ ફોન કરી ડો.અંકિતને બોલાવતા પતાવટ માટેની ઓફર કરી
April 11, 2025 05:24 PM૩ મહિનામાં ૩ ઘર બદલવા પડ્યા, ભાડું નક્કી થઈ જાય પણ 'રૂમમેટ'ને જોતા જ મકાનમાલિક ભગાડી દે છે!
April 11, 2025 05:08 PMજામનગર : રાંદલ નગરમાં ગાય પર દુષ્કર્મ મામલો
April 11, 2025 04:00 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech