બેટ દ્રારકામાં ૪૫૦ જેટલા ગેરકાયદેસર બાંધકામો કરનારાઓને તત્રં દ્રારા નોટીસ આપ્યા બાદ છેલ્લા બે દિવસથી પાડતોડની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે, ગઇકાલ સાંજ સુધીમાં ૧૭૭ દબાણો દુર કરીને ૩૬૯૦૦ ચો.મી. જમીન ખુલ્લી કરવામાં આવી છે જેની કિંમત રૂા.૧૯.૮૮ કરોડ થાય છે, રેવન્યુ સર્વે નં.૧૦૮ પરના સરકારી જમીન પરના દબાણો પણ દુર કરાયા છે અને આજ સવારે ફરીથી ત્રીજા દિવસે પણ આ પાડતોડ ઓપરેશન ચાલું રાખવામાં આવ્યું છે.
બેટ દ્રારકા વિસ્તારમાં છેલ્લા બે દિવસથી એસપી નિતીશ પાંડેય, એસડીએમ અમોલ આવટે, ૩ ડીવાયએસપી અને ૧ હજાર પોલીસ, એસઆરપીના જવાનો સાથે ઓપરેશન ડીમોલીશનની કામગીરી કરવામાં આવી હતી, ગઇકાલે દ્રારકાના બાલાપર વિસ્તારમાં તત્રં દ્રારા અનઅધિકૃત અતિક્રમણ હટાવવાની કામગીરી કરાઇ હતી અને આ વિસ્તારમાં રૂા.૨ કરોડના કિંમતના ૩૦ દબાણો દુર કરાયા હતાં.
વહિવટી તત્રં દ્રારા બે દિવસમાં રૂા.૧૯.૮૮ કરોડની જમીન ખુલ્લી કરાવવામાં આવી છે, યાત્રાળુઓની અવરજવર ઉપર પણ રોક લગાવી દેવામાં આવી છે, સિેચર પુલ બધં કરી દેવામાં આવ્યો છે અને યાત્રાળુઓની સંખ્યા પણ ઘટી ગઇ છે, કોઇપણ જાતના તોફાની તત્વો માથુ ન ઉંચકે તે માટે પોલીસ પેટ્રોલીંગ તેમજ ડ્રોન કેમેરાની મદદથી અને ફત્પટ પેટ્રોલીંગ પણ કરવામાં આવી રહ્યું છે.
આ અગાઉ વહિવટી તત્રં દ્રારા ૪૫૦થી વધુ ગેરકાયદેસર બાંધકામધારકોને નોટીસ પાઠવવામાં આવી હતી, ત્યારબાદ જિલ્લા પ્રશાસન દ્રારા આખરી નોટીસ પણ ફટકારવામાં આવી હતી, નોટીસમાં સ્વૈચ્છીક રીતે બાંધકામો દુર કરવા જણાવાયું હતું, આખરે ગુ ઓપરેશન માટે મીટીંગ યોજાઇ હતી અને ઓપરેશન ડીમોલીશનની કામગીરી કરવામાં આવી હતી, દરિયાઇ પેટ્રોલીંગ તેમજ સુરક્ષા–વ્યવસ્થા પણ મજબુત બનાવી દેવામાં આવી છે, ખંભાળીયાના ડીવાયએસપી સાગર રાઠોડ, હાર્દીક પ્રજાપતિ તેમજ એલસીબી, એસઓજીનો જિલ્લાભરનો કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે, આજ સવારથી જે બાંધકામ તોડી પાડવામાં આવી રહ્યા છે ત્યાં પણ ડીમોલીશનના સ્થળે પોલીસ સ્કોડન કરી દેવામાં આવ્યું છે, વિકાસના કામોને ધ્યાનમાં લઇને આ ઓપરેશન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે, જેમાં ગૌચરની જમીન પણ ખુલ્લી કરી દેવામાં આવી છે. સવારથી પાડતોડની કામગીરી શરૂ કરાતા પીજીવીસીએલનો સ્ટાફ પણ સાથે જોડાયો હતો, એસઆરપી, એમપીએફટીના જવાનોને પણ તૈનાત રાખવામાં આવ્યા છે, દબાણો દુર કરતા લોકો એકઠાં પણ થયા હતાં, પરંતુ પોલીસે આ તમામને હટાવી નાખ્યા હતાં, જયાં સુધી સંપૂર્ણ ઓપરેશન ન થાય ત્ાં સુધી આ પાડતોડની કામગીરી ચાલું રહેશે, ગઇકાલે ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ પણ દ્રારકામાં કરાયેલા ડીમોલીશન–ઓપરેશનની પણ પ્રશંસા કરી હતી અને તમામ ગેરકાયદેસર દબાણો દુર કરાશે તેમ પણ ટયુટર મારફત જણાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેશોદ-મુંબઈ વિમાની સેવા બંધ થતાં વેપારીઓ અને પર્યટન ક્ષેત્રને ફટકો, પુનઃ શરૂ કરવાની માગ
April 03, 2025 09:09 PMઅમેરિકામાં તોફાનથી ભયંકર તબાહી, લાખો ઘરોની વીજળી ગુલ, પૂર આવવાનો પણ ખતરો
April 03, 2025 09:07 PMલંડનથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટ ટર્કી પહોંચી, 200થી વધુ ભારતીયો 15 કલાકથી ફસાયા, જાણો શું છે કારણ
April 03, 2025 09:05 PM4 એપ્રિલની ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
April 03, 2025 09:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech