માધાપર ટીપી સ્કિમમાં બુલડોઝર ત્રાટક્યા; બે દુકાન અને રહેણાંક મકાનનું ડિમોલિશન

  • June 04, 2025 05:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ બ્રાન્ચના બુલડોઝર આજે માધાપર ટીપી સ્કીમ એરિયામાં ત્રાટક્યા હતા અને ત્યાં આગળ બે દુકાનો તેમજ એક રહેણાંક મકાન સહિતના ગેરકાયદે બાંધકામોનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું.


વિશેષમાં મ્યુનિ.સૂત્રોએ જણાવ્યું હતું કે, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા તથા નાયબ મ્યુનિસિપલ કમિશનર એચ.આર.પટેલની સુચના અનુસાર તથા એડીશનલ સીટી એન્જીનીયર એ.એ.રાવલના માર્ગદર્શન હેઠળ રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજ રોજ શહેરના સેન્ટ્રલ ઝોન હેઠળના વિસ્તાર પૈકી વોર્ડ નં.૩મા ટી.પી.સ્કીમ નં.૩૮/૧(માધાપર)માં ૧૮ મીટર ટી.પી.રોડ પર અંદાજે ૩૦૦ ચો.મી. કોમર્શીયલ હેતુનુ ગેરકાયદેસર બાંધકામ ( બે દુકાનો) અને ટી.પી.સ્કીમ નં.૩૮/૧(માધાપર)માં ૨૧ મીટર ટી.પી.રોડ પર અંદાજે ૨૦૦ ચો.મી. રહેણાક હેતુનુ ગેરકાયદેસર બાંધકામ દુર કરવામા આવ્યુ હતું.


કામગીરીમાં ટાઉન પ્લાનીંગ શાખાના સેન્ટ્રલ ઝોનનો તમામ સ્ટાફ,બાંધકામ શાખા, જગ્યા રોકાણ શાખા, રોશની શાખા, પર્યાવરણ શાખા, ફાયર બ્રીગેડ શાખા, સ્થળ પર હાજર રહેલતથા આ કામગીરી દરમ્યાન સ્થાનિકે કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે વિજિલન્સ શાખાનો સ્ટાફ પણ સ્થળ પર હાજર રહ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application