૫૧ દબાણોનું ડિમોલિશન; ૯૧.૪૪ કરોડની જમીન ખુલ્લી

  • January 16, 2024 04:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાપાલિકાની ટીપી સ્કીમોની જમીનોમાં વ્યાપક દબાણો અને ગેરકાયદે બાંધકામો થઇ જતા હવે ટાઉન પ્લાનિંગ બ્રાન્ચ સફાળી જાગી છે અને ડિમોલિશન શ કર્યા છે. દરમિયાન આજે વિવિધ છ સ્થળોએ છ પ્લોટમાંથી કુલ ૫૧ દબાણો ઉપર બુલડોઝર ફેરવી કુલ .૯૧.૪૪ કરોડની જમીન ખુલી કરાવી હતી.

વિશેષમાં ટાઉન પ્લાનિંગ બ્રાન્ચના સૂત્રોએ જણાવ્યું હતું કે યુનિવર્સીટી રોડ ઉપર બી.ટી. સવાણી કિડની હોસ્પિટલ પાછળ કોમર્શિયલ હેતુના બે પ્લોટસમાંથી ૨૧ ઝુંપડા અને સાત પ્લીન્થના દબાણો દૂર કરાયા હતા. કોઠારીયા રોડ ઉપર પીપળીયા હોલ પાસેના પ્લોટમાંથી પાંચ ઝુંપડા, રેલનગર પાણીના ટાંકા પાસેના પ્લોટમાંથી ત્રણ ઓરડીઓ અને બે પ્લીન્થ, કોઠારીયામાં બે પ્લોટસમાંથી એક ગેરેજ, એક દુકાન, કમ્પાઉન્ડ વોલ તેમજ પતરાના ૧૦ શેડ સહિતના દબાણો અને ગેરકાયદે બાંધકામો દૂર કરીને કુલ .૯૧.૪૪ કરોડની કિંમતની ૧૫,૩૯૪ ચોરસ મીટર જમીન ખુલી કરાવાઇ હતી. વિજિલન્સ પોલીસ સ્ટાફએ ચુસ્ત બંદોબસ્ત જાળવતા કોઈ અનિચ્છનીય ઘટના બની ન હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application