વિવિધ વિસ્તારમાં ડિમોલિશન ૪૧ કરોડની જમીન ખુલી થઈ

  • January 17, 2024 03:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાનગરપાલિકા દ્રારા આજે શહેરના વિવિધ વિસ્તારોમાં ડિમોલિશન હાથ ધરીને વિવિધ ટીપી સ્કિમોના રિઝર્વેશન હેતુના પ્લોટસમાંથી ૧૬ દબાણો દૂર કરી કુલ ૪૧.૨૫ કરોડની કિંમતની જમીન ખુલ્લી કરવામાં આવી હતી જેમાં (૧) વોર્ડ નં.૧માં રૈયા સિમેન્ટ રોડ પર બાપાસીતારામ ચોક પાસે રામેશ્વર ડેરીની સામે સાત મકાનો, (૨) ઘંટેશ્વરના વર્ધમાન નગરમાં ચાપણીયાની દિવાલ (૩) પામ યુનિવર્સની પાછળ પાટીદાર ચોકમાં એક ઓરડી (૪) રેલ નગરમાં બે ચબૂતરા તથા ગાર્ડનિંગ તેમજ પાણીનો અવેડો (૫) ઢેબર રોડ પર વિરાણી અઘાટ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં એક ચબૂતરો તથા એક ઓટલો તેમજ (૬) કોઠારીયા વિસ્તારમાં સ્વાતિ રોડ પર નવી વોર્ડ ઓફિસ પાસેના પ્લોટમાંથી એક ઓટો ગેરેજ એક કાર સર્વિસ સ્ટેશન એક ઓરડી તેમજ એક પ્લીન્થ સહિતના ૧૬ દબાણો દૂર કરવામાં આવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application