શેઠવડાળા નજીક કંપનીના પવનચક્કીની ફેન્સીંગમાં તોડફોડ

  • July 02, 2021 01:35 PM 

અજાણ્યા શખ્સો સામે ફરિયાદ: નુકસાન પહોંચાડ્યું

શેઠ વડાળા પંથકના બમથીયા ગામની સીમ વિસ્તાર ખાતે પવન ચક્કી લોકેશન ફરતે ફેન્સીંગની જાળી તોડીને નુકસાન કર્યાની ફરિયાદ અજાણ્યા શખ્સ વિરુદ્ધ કરવામાં આવી છે.

મળતી વિગત મુજબ, જામજોધપુર તાલુકાના શેઠ વડાળા પંથકના બમથિયા ગામની સીમમાં કોઈ અજાણ્યા ઈસમોએ ક્લીનમેક કંપની લિમિટેડની પવન ચક્કી પોલ લોકેશન યુનિટના સબ સ્ટેશનની ફરતે ફેન્સીંગ આવેલી હોય તેની જાળી તોડીને નુકસાન કરી અપ પ્રવેશ કર્યો હતો.

આ અંગેની જાણ થતા કંપનીના ઓપરેશન મેન્ટેનન્સ મેનેજર અને હાલ જામજોધપુર ઉમાપાર્ક ખાતે રહેતા નિતેશકુમાર અશોક કુમાર સિંગ દ્વારા શેઠ વડાળા પોલીસમાં ગઈકાલે અજાણ્યા શખ્સો વિરૂદ્ધ આઈપીસીની કલમ 427, 447 મુજબ ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS