દ્વારકાના નરસંગ ટેકરી પાસેના ખારા તળાવ વિસ્તારમાં નગરપાલિકાએ હાથ ધર્યું ડીમોલેશન

  • June 01, 2021 10:03 AM 

દ્વારકામાં આવેલ નરસંગ ટેકરી પાસેના ખારા તળાવ વિસ્તારમાં રહેતા લોકોને ઝેરી દવાની સીસી આપો, અથવા દરીયામાં પડી મરી જવા તૈયારઃ કોરોના જેવી કપરી પરિસ્થિતિમાં મકાનો પાડી નંખાતા ગરીબોની હાલત કફોડીઃ દ્વારકા નગરપાલીકા હદ વિસ્તારમાં મોટા માથાના દબાણો તંત્ર દ્વારા કયારે હટાવાશે...? તેવી ચર્ચા

દ્વારકા નરસંગ ટેકરી વિસ્તાર પાછળના ભાગે પાલીકા તંત્ર દ્વારા ડીમોલેશન હાથ ધરાયું હતું. કોરોના જેવી કપરી સ્થિતિમાં મકાનો પાડી નાખતા ગરીબોની હાલત કફોડી બની હોય હાલમાં નાના માણસોના ધંધા-રોજગાર ઠપ્પ થઇ ગયા છે, જ્યારે ઉપરથી ડીમોલેશનમાં મકાનો તૂટતા ગરીબો પરિવારની હૈયા વરાળ  સામે આવી છે.

આ તકે સ્થાનિક લોકોનું કહેવું છે કે, ચૂંટણી સમયે મત માંગવા માટે દોડી આવતા અને લાઈટ કનેક્શન પણ મળી જતા આજે કેમ ગરીબોના ઘર તોડવામાં આવી રહ્યા છે. દ્વારકા શહેરમાં મોટા માથાઓના ઠેક-ઠેકાણે ગેરકાયદેસર દબાણો ઘણાં છે, પરંતુ ગરીબોને ટાર્ગેટ કરી દબાણો દૂર કરવામાં નગરપાલિકાને રસ હોય તેવો ઘાટ સર્જાયો છે.

દ્વારકાના પ્રાચીન અને સાંસ્કૃતિક મહત્વ ધરાવતા 19 હેકટરના વિશાળ જળાશય એવા ખારા તળાવને દબાણમુક્ત કરવાની તંત્ર દ્વારા કામગીરી હાથ ધરાતા સ્થાનિક રહેવાસીઓ લાલ ધુમ થતા નજરે પડ્યા હતા અને મહિલાઓ દર્દ સાથે આપવીતી જણાવતી નજરે પડી હતી, દરમ્યાનમાં તેમના મકાન તોડી પડાતા અનેક પરિવારો બન્યા નોધારા બન્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS