વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં અકસ્માત મૃત્યુ સહાય મુદ્દે ફરી માગ ઉઠી
વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં અકસ્માત મૃત્યુ સહાય મુદ્દે ફરી માગ ઉઠી
May 11, 2026 11:28 AM
વાંકાનેર માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાયેલી સામાન્યસભાની બેઠકમાં ખેડૂતો તેમજ યાર્ડમાં કાર્યરત મજૂરો માટે અકસ્માત મૃત્યુ સહાય યોજના અમલમાં મૂકવાની માંગ સાથે મહત્વપૂર્ણ રજૂઆત કરવામાં આવી હતી. વાંકાનેર માર્કેટિંગ યાર્ડના યુવા ડિરેકટર અશ્વિનભાઈ મેઘાણીએ બેઠક દરમિયાન જણાવ્યું હતું કે અગાઉ મળેલી મિટિંગમાં પણ આ મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ આજદિન સુધી તેની કોઈ અમલવારી કરવામાં આવી નથી. જેના પગલે ફરી એકવાર બેઠકમાં આ પ્રશ્ન રજૂ કરવામાં આવ્યો હતો.રજુઆતમાં જણાવાયું હતું કે વાંકાનેર તાલુકાના તેમજ માર્કેટિંગ યાર્ડમાં માલ વેચવા આવતા તમામ ખેડૂત ખાતેદારોને અકસ્માત કે અણધારી મૃત્યુની પરિસ્થિતિમાં સહાય મળવી જોઈએ. ઉપરાંત યાર્ડમાં ઉતરાઈ, તોલાઈ, માલ સંભાળવું તેમજ માલભરાઈ જેવા જોખમી કામોમાં જોડાયેલા મજૂરોને પણ અકસ્માત મૃત્યુ સહાયનો લાભ આપવામાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવી હતી.અશ્વિનભાઈ મેઘાણીએ અન્ય માર્કેટિંગ યાર્ડેામાં આવી સહાય યોજનાઓ અમલમાં હોવાનો ઉલ્લ ેખ કરી વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં પણ સમાન રીતે સહાય યોજના શ કરવાની જરિયાત વ્યકત કરી હતી. આ રજૂઆતને ડિરેકટર જલાભાઈ શેરસીયા તથા ડિરેકટર યુનુસભાઈ ખોરજીયાએ પણ ટેકો આપ્યો હતો. બેઠકમાં આ મુદ્દે સકારાત્મક ચર્ચા થતાં ખેડૂતો અને મજૂરોમાં આશાની લાગણી જોવા મળી રહી છે