હનુમાનજી વિશે ટીપ્પણી કરનાર અક્ષર મુની સ્વામી સામે ફરીયાદ નોંધવા માંગ

  • March 09, 2021 11:27 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર રામાનંદજી સાધુ ઉત્કૃષ્ઠ મંડળ દ્વારા જીલ્લા પોલીસ અધિકારીને કરાઇ રજુઆત

હનુમાનજી ભગવાન નથી તેવા અક્ષરમુનિના નિવેદન સામે રોષ ભભૂકી ઊઠ્યો છે અને રામાનંદી નવનિમર્ણિ સેના. ગુજરાત પ્રદેશ દ્વારા ઉગ્ર રજૂઆતો કરવામાં આવી છે. જામનગરમાં પણ રામાનંદી સાધુ ઉત્કર્ષ મંડળ દ્વારા આક્રમક રજૂઆત કરવામાં આવી છે.

તેમને જામનગર જિલ્લા પોલીસ અધિક્ષકને પત્ર પાઠવી રજૂઆત અને માંગણી કરી છે કે, હનુમાનજી અમારા સંપ્રદાયના આરાધ્ય દેવ છે અને મહાદેવ શિવના રૃદ્ર અવતાર છે. અમારા સમાજના હજારો વર્ષથી પૂજનિય દેવ છે, પરંતુ કષ્ટભંજન દેવ હનુમાનજી વિશે અનુચિત્ત શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

આથી સ્વામી અક્ષરમુનિ (ભૂજ સ્વામિનારાયણ મંદિર) સામે ગુન્હો નોંધવો જોઈએ અને હિન્દુ ધર્મની હાની થતી અટકાવવી જોઈએ તેમજ યોગ્ય પગલાં લેવા જોઈએ.

આ ઉપરાંત ગુજરાત પ્રદેશના રામાનંદી નવનિમર્ણિ સેનાએ પણ આ મુદ્દે સરકારને આવેદન પત્ર પાઠવી અક્ષરમુનિ સ્વામી સામે ગુન્હો નોંધી પગલાં લેવા માંગ કરી છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS