BREAKING NEWS

ધોરાજી સરકારી હોસ્પિટલમાં ખાલી પડેલ રેડિયોલોજિસ્ટની જગ્યા તાત્કાલિક ભરવા માગ

  • May 11, 2026 11:46 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ધોરાજી સરકારી હોસ્પિટલમાં રેડિયોલોજીસ્ટ ડોકટરની જગ્યા લાંબા સમયથી ખાલી હોવાના કારણે દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હોસ્પિટલમાં દરરોજ મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર માટે આવતા હોવા છતાં રેડિયોલોજી વિભાગમાં નિષ્ણાત ડોકટર ન હોવાથી સોનોગ્રાફી અને અન્ય તપાસ માટે દર્દીઓને ખાનગી હોસ્પિટલનો સહારો લેવો પડે છે. ખાસ કરીને ગરીબ અને મધ્યમવર્ગના દર્દીઓને આર્થિક બોજ સહન કરવો પડી રહ્યો છે. સ્થાનિક લોકો અને સામાજિક આગેવાનો દ્રારા સરકાર સમક્ષ માંગ ઉઠાવવામાં આવી છે કે ધોરાજી સરકારી હોસ્પિટલમાં તાત્કાલિક રેડિયોલોજીસ્ટ ડોકટરની નિમણૂક કરવામાં આવે જેથી દર્દીઓને સમયસર અને યોગ્ય સારવાર મળી રહે. લોકોએ જણાવ્યું હતું કે ધોરાજી સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોના હજારો દર્દીઓ સરકારી હોસ્પિટલ પર નિર્ભર છે ત્યારે આવશ્યક તબીબી સેવાઓ ઉપલબ્ધ કરાવવા સરકાર દ્રારા વહેલી તકે કાર્યવાહી કરવી જરી બની છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application