ગીરસોમના જિલ્લામાં સ્માર્ટ મીટર ફિટિંગ રદ કરવા માગ

  • June 24, 2024 03:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉના પ્રાંત અધિકારીનેને આવેદન પત્ર આપી રજુવાત કરી કે ગુજરાતમાં સરકાર દ્વારા ૧.૬૪ કરોડ સ્માર્ટ પ્રિ-પેઈડ મીટર લગાવવા પ્રોજેક્ટ શરુ કરવામાં આવ્યો છે. તેમાં પીજીવીસીએલ દ્વારા ગીરસોમના જીલ્લ ામાં શહેર તા ગામડાઓમાં સ્માર્ટ મીટર ફીટીંગ કરવા બાબતે સર્વે કરવામાં આવી રહ્યો છે. જ્યાં જ્યાં સ્માર્ટ મીટર ફીટીંગ કરવામાં આવ્યા છે ત્યાં ત્યાં જુદા જુદા પ્રશ્નો જોવા મળ્યા છે. જેમ કે ડીજીટલ મીટર કરતા લાઈટ બીલ વધારે આવવું, પ્રિ રીચાર્જ પૂરું ઈ જતા લાઈટ કપાઈ જવી, ફરજીયાત ૩૦૦ રૂપિયાનું બેલેન્સ એડવાન્સ તરીકે ભરવા વગેરે જેવા પ્રશ્નો જોવા મળી રહ્યા છે. ઉપરાંત દરેક વીજ ગ્રાહકો પૈકી સ્માર્ટ મીટરમાં રીચાર્જ પૂરું ઈ જતા અમુક વર્ગ રીચાર્જ કરી શકતા ની કારણ કે તમામ ગ્રાહકો પાસે સ્માર્ટ ફોન હોતા ની તેમજ / નેટ બેન્કિંગ જેવી સુવિધા સો જોડાયેલા હોતા ની. આમ કોઈ પણ પ્રકારે આયોજન વગર સ્માર્ટ મીટર લગાવવાી વીજ ગ્રાહકોને મોટો માર પડે તેમ છે. માટે સરકાર દ્વારા આ બાબતે પુન: વિચાર કરી સ્માર્ટ મીટર લગાવવાના નિર્ણયને રદ કરવા આપને રજુઆત કરીએ છીએ. સરકાર દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે કે નવા વીજ ગ્રાહકોને કનેક્શન લેવા માટે ઓફલાઈન અરજીની જગ્યાએ ઓનલાઈન અરજી કરવાની રહશે. આ બાબતે પણ કોઈ પણ પ્રકારે આયોજન વગર તેમજ જે તે પીજીવીસીએલની ઓફિસે અરજદારોને ઓનલાઈન અરજી કરવા માટે ફરજ પાડવામાં આવી રહી છે. જેમાં વચેટીયાઓ દ્વારા અરજદારો પાસેી બેફામ ઓનલાઈન અરજી કરવા પૈસા પડાવવામાં આવી રહ્યા છે. આ બાબતે વધારે તપાસ કરતા પીજીવીસીએલ સામે મહેતા એન્ડ સન્સ નામની પેઢી ઉભી કરવામાં આવી છે. આ ઓફીસ પેશકદમી કરેલ જગ્યામાં ચાલે છે અને તેમાં પણ વીજ કનેક્શન વગર વીજળીનો વપરાશ ાય છે. આ લોકો દ્વારા ૩ ફેઝ કનેક્શનની ઓનલાઈન અરજી કરવાના ૧૫૦૦ રૂપિયા ઉઘરાવવામાં આવે છે. તો ઓનલાઈન અરજી કરવા સરકાર દ્વારા જે તે કચેરીમાં અરજદારો માટે કોઈ વ્યસ ઉભી કરવામાં આવશે કે કેમ? ઓન લાઈન અરજી કરવા માટે ભાવો નક્કી કરવામાં આવશે કે કેમ? અધિકારીઓની દેખરેખ હેઠળ ગેર કાયદેસર ઓફીસ બનાવી અરજદારોને લુંટનાર લોકો સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે કે કેમ? આવા સવાલો ઈ રહ્યા છે. માટે આપ દ્વારા આ બાબતે યોગ્ય તપાસ કરી નિયમાનુસાર કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે. આવેદનપત્રમાં અખિલ ભારતીય કોળી સમાજના મહામંત્રી રસિક ચાવડા, મોટા ડેસર ગ્રામ પંચાયતના સદસ્ય ભરત શિંગડ, સિલોજના સરપંચ ભીમભાઇ સોલંકી, અંબાડાના પૂર્વ સરપંચ શાંતિલાલ કીડેચા, ભેભા ગ્રામ પંચાયતના સરપંચ પ્રતિનિધિ બાલુભાઈ સોલંકી સહિતના લોકોએ આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application