ખંભાળિયામાં વ્રતના તહેવારોને અનુલક્ષીને પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવા માંગ

  • July 20, 2024 11:27 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયામાં હિન્દુ બહેનો અને દીકરીઓ વ્રત જાગરણ જેવા કે મોરાકત, જયા પાર્વતી, દિવાસો, ફૂલકાજળી અને દશામાંના વ્રત-જાગરણના હાલ પાવન દિવસોમાં અહીંની શ્રી મહાપ્રભુજી બેઠક, લક્ષ્મીનારાયણ મંદિર, રામ મંદિર, કલ્યાણરાયજી મંદિર સહિતના ધર્મસ્થળોએ બહેનો મોટી સંખ્યામાં દર્શન કરવા જતા હોય છે. આ ઉપરાંત અહીંના નગર પાલિકા ગાર્ડન ખાતે પણ બહેનો ફરવા જતા હોય છે.

ત્યારે આ સ્થળોએ છેલ બટાઉ છોકરાઓ રોડ પર બાઈકો રાખી અડિંગો જમાવતા હોય છે તેમજ ધૂમ સ્ટાઈલથી બાઈકો ચલાવીને હોર્ન વગાડતા હોય છે. જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને બહેનો પરિવાર સાથે ફરવા જઈ શકે તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત જળવાય અને મુખ્ય રોડ પર પેટ્રોલિંગ કરવામાં આવે તે માટે અહીંના પોલીસ ઈન્સ.ને અહીંના શહેર ભાજપ મહામંત્રી ઈન્દ્રજીતસિંહ પરમાર દ્વારા લેખીત રજુઆત કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application