ભાટીયા કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની વિદ્યાર્થીનીઓનો પ્રશ્ર્ન સત્વરે ઉકેલવા જિલા પંચાયતના સભ્યની માંગ

  • July 20, 2021 01:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જિલા વિકાસ અધિકારીને રજૂઆત કરાઇ: પ્રશ્ર્ન ગંભીર બને તે પહેલા જ હલ કરવા માંગ

દેવભૂમિ દ્વારકા જિલાના ભાટીયા ખાતે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયના આંદોલનને જિલા પંચાયતના મહિલા સદસ્યાએ ટેકો જાહેર કરી વિદ્યાર્થીનીઓના ભવિષ્યને સીધા સ્પર્શતા પ્રશ્ર્ન અંગે તાત્કાલીક ઉકેલ લાવવા માંગ કરવામાં આવી છે.

ભાટીયા ગામે આવેલ કસ્તુરબા ગાંધી બાલીકા વિદ્યાલયમાં વિદ્યાર્થીનીઓની સંખ્યા ઘટાડવા અંગે તેમજ ધો.8 થી 1ર ના વર્ગો ભાટીયા ખાતે બંધ કરવાના વિરોધ સાથે વિદ્યાર્થીનીઓ દ્વારા કરાઇ રહેલા ધરણા દિન પ્રતિદિન ઉગ્ર આંદોલન થતું હોય બજાણા જિલ્લા પંચાયતના મહિલા સદસ્યા વેજુબેન કરમુર તથા પૂર્વ જિલ્લા પંચાયતના સદસ્ય તેમજ જિલા કોંગ્રેસ મહામંત્રી એભાભાઇ કરમુર દ્વારા દેવભૂમિ દ્વારકા જિલા વિકાસ અધિકારીને લેખીત રજૂઆત કરી છે.

વેજુબેન કરમુર દ્વારા કરાયેલ રજૂઆતમાં જણાવેલ કે ભાટીયા કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં ચાલુ વર્ષ્િે ધો.8 થી 1ર ના વર્ગો બંધ કરી દેવાતા દીકરીઓ શિક્ષ્ણથી વંચિત રહે તેવી સ્થિતિ થઇ હોય ઘણા ગરીબ ઘરના વાલીઓ તથા વિદ્યાર્થીનીઓ પરેશાન હોય બાળાઓ પાંચ દિવસથી આંદોલન કરી રહી છે ત્યારે તાકીદે આજ શાળામાં વર્ગો શ કરી શિક્ષ્ાણકાર્ય શ કરી પ્રશ્ર્ન હલ કરવા માંગ કરાઇ છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)