કોરોના મહામારીના કપરા સમયમાં જનતાને રાહત આપવા જામનગરમાં માં અમૃતમ કાર્ડ ખાનગી હોસ્પીટલમાં માન્ય રાખવા માંગ

  • April 13, 2021 07:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મહિલા સહકારી બેંકના ચેરપર્સન શેતલબેન શેઠે મુખ્યમંત્રી તેમજ આરોગ્ય મંત્રીને સંયુકત રીતે કરી રજુઆત

જામનગરના સહકાર ક્ષેત્રના મહિલા મહિલા અગ્રણી અને મહિલા સહકારી બેંકના ચેરપર્સન શેતલબેન શેઠે રાજ્યના મુખ્યમંત્રી તથા આરોગ્ય મંત્રાલયનો હવાલો સંભાળતા નાયબ મુખ્યમંત્રીને વિસ્તૃત આવેદનપત્ર પાઠી સરકારી તંત્ર દ્વારા માન્ય કરાયેલ ખાનગી હોસ્પિટલોમાં કોરોનાના દર્દીની સારવારના ચાર્જ ઘટાડવા માટે રજૂઆત કરી છે. આ ઉપરાંત મા અમૃતમ્ કાર્ડ ધરાવતા કોરોના દર્દીઓની સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં કાર્ડનો લાભ મળે તેવી વ્યવસ્થા કરવા માંગણી કરી છે.

આ આવેદનપત્રમાં જણાવ્યા પ્રમાણે જામનગર સહિત ગુજરાતભરમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં ચિંતાજનક રીતે ખૂબ જ વધારો થઈ રહ્યો છે. સરકારી હોસ્પિટલોમાં હાઉસફૂલ જેવી સ્થિતિ સર્જાઈ છે તેથી સરારે ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની સારવાર માટે મંજુર આપી છે, પણ તેમાં ખુદ સરકારે જ રૃપિયા છ હજારથી 19 હજાર અને તેનાથી વધુ ઊંચી રકમના ચાર્જનું ભાવ બાંધણું જાહેર કર્યું છે, પણ સરકારે નિયત કરેલા ચાર્જ પણ ખૂબ ઊંચા હોવાથી સામાન્ય કે મધ્યમ વર્ગના કોરોના દર્દીને ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવાનું પોષાય શકે તેમજ નથી. તેમાં ય એક જ પરિવારમાં બે-ત્રણ કોરોના દર્દી હોય તો તેઓ ક્યાં જાય? આ સંજોગોમાં સરકારે માન્યતા આપી છે તેવી પાખગી હોસ્પિટલોમાં સારવારના ચાર્જ ઘટાડવા ભારપૂર્વક માંગણી કરવામાં આવી છે.

આ ઉપરાંત જેમ અન્ય રોગની સારવારમાં સરકારે જાહેર કરેલ ખાનગી હોસ્પિટલોની યાદીમાં મા અમૃતમ્ કાર્ડ ચાલે છે અને ગરીબ કાર્ફ ધારકને મફત સારવારનો લાભ મળે છે. તેવી જ રીતે આ કાર્ડ ધરાવતા કોરોના દર્દીને પણ ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટે મા અમૃતમ્ કાર્ડનો લાભ મળે અને મફત સારવાર મળે તેવી વ્યવસ્થા તાકીદે કરવાની માંગણી કરવામાં આવીે. હાલની અતિ ગંભીર અને સ્ફોટક પરિસ્થિતિમાં આ બન્ને મુદ્દાઓ અંગે રાજ્ય સરકાર દ્વારા તમામ જરૃરી આદેશો જાહેર કરી તેનો અમલ કરવા તેમણે માંગણી કરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS