આટકોટ હાઈવે સરકારી દવાખાના પાસે બમ્પ ઉપર રેડિયમ પટ્ટાની માગ
આટકોટ હાઈવે સરકારી દવાખાના પાસે બમ્પ ઉપર રેડિયમ પટ્ટાની માગ
June 03, 2026 11:20 AM
આટકોટ રાજકોટ ભાવનગર હાઈવે કૈલાસનગર સરકારી દવાખાના પાસે બમ્પ પર રેડીયમ પટ્ટા ન હોવાથી અવારનવાર અકસ્માત સર્જાય છે ફોર વ્હીલર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ફોરવીલને નુકસાન થયું હતું આવા અકસ્માત વારંવાર થતા હોય છે. તંત્રની બેદરકારીને કારણે આ અકસ્માત થાય છે જો બમ્પ ઉપર રેડિયમ પટ્ટા મારવામાં આવે તો અકસ્માત ન સર્જાય કારણકે આગળ જતા વાહન બ્રેક મારે જેથી પાછળ સ્પીડમાં આવતા વાહન વાહન અથડાતા હોય છે ત્યારે આવા બનાવ અનેકવાર બની જતા હોય છે ત્યારે તંત્રને આ રેડિયમના પટ્ટા મારવા જોઈએ જેથી વાહન ચાલકો સાવચેત બને.