નર્મદાની સૌરાષ્ટ્ર્ર કેનાલમાં મેઈન્ટેનન્સ શટ ડાઉન લેવામાં આવનાર હોય આ વર્ષે વહેલાસર માગણી રવાના

  • November 28, 2024 03:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરને પીવાનું પાણી પૂં પાડતો આજીડેમ જાન્યુઆરીમાં અને ન્યારી ડેમ માર્ચ મહિનામાં ડુકી જાય તેમ હોય રાજકોટ શહેરમાં દૈનિક ૨૦ મિનિટ પાણી વિતરણની વ્યવસ્થા જળવાઇ રહે તે માટે જાન્યુઆરી માસથી જ રાજકોટને સૌની યોજનાનું નર્મદા નીર આપવાનું શ કરવા અને આજી તેમજ ન્યારીમાં મળી કુલ ૨૫૦૦ એમસીએફટી નર્મદા નીર આપવા મ્યુનિસિપલ કમિશનરે સરકારમાં પત્ર પાઠવી ડિમાન્ડ રજૂ કરી છે.
વિશેષમાં મ્યુનિ.કમિશનર ડી.પી.દેસાઇએ સરકારમાં પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે, હાલ રાજકોટ શહેરની પાણીની દૈનિક ૨૦ મીનીટ પાણી વિતરણ માટે રો–વોટરની કુલ જરીયાત ૪૨૦ એમએલડી છે. તે પૈકી ૧૩૦ એમએલડી જી ડબ્લ્યુઆઇએલ મારફત નર્મદા પાઇપલાઇન યોજના દ્રારા મેળવવામાં આવે છે અને ૨૯૦ એમએલડી સ્થાનિક જળાશયોમાંથી મેળવવામાં આવે છે. હાલની સ્થિતિએ સ્થાનિક જળાશયોમાં ઉપલબ્ધ જળ જથ્થામાં આજી–૧ ડેમ ખાતે ૯૦૧.૫૦ એમ.સી.એફ.ટી. જળ જથ્થો ઉપલબ્ધ છે, જે હાલનાં ઉપાડ મુજબ તા.૩૧–૧–૨૦૨૫નાં રોજ અંદાજે માત્ર ૩૨૫ એમ.સી.એફ.ટી. ઉપલબ્ધ હશે. ન્યારી–૧ ડેમમાં ૧૨૪૮ એમસીએફટી જળ જથ્થો ઉપલબ્ધ છે, જે તા. ૩૧–૩–૨૦૨૫નાં રોજ અંદાજે માત્ર ૨૩૦ એમસીએફટી ઉપલબ્ધ હશે.
આજી–૧ ડેમ ડેડ વોટર ખાતે આવેલ લોટીંગ બાર્જ માઉન્ટેડ એસ.સી.એફ પમ્પના વર્ટીકલ કોલમ પાઇપ લંબાવીને દૈનીક ૮૫ એમએલડી રો વોટર મેળવવાનુ રાબેતા મુજબ ચાલુ રહેશે. પરંતુ આજી–૧ ડેમના વાલ્વ ટાવર પરથી ગ્રેવીટી દ્રારા આજી પમ્પ હાઉસના સંપમા દૈનીક ૬૦ એમએલડી રો વોટર મેળવી પમ્પીંગ દ્રારા આજી ફીલ્ટર પર ટ્રાન્સફર કરવામાં આવે છે. જેમાં આજી–૧ ડેમની જળ સપાટીનુ લેવલ ઘટવાથી ગ્રેવીટીથી આજી પમ્પ હાઉસ ખાતે મળતા જળ જથ્થામાં ક્રમશ: ઘટાડો થાય જેની સીધી અસર દૈનીક ૨૦ મીનીટ પાણી વિતરણ વ્યવસ્થાને થશે. આગામી એપ્રિલ–મે ૨૦૨પ દરમ્યાન સૌરાષ્ટ્ર્ર શાખા નહેરને મરામત માટે બધં કરવાનું આયોજન હોવાથી. પૂર્વ આયોજનના ભાગ પે પાણીની જરીયાત મુજબ સંગ્રહ વ્યવસ્થા કરવા કાર્યપાલક ઈજનેર, સૌની યોજના, રાજકોટ દ્રારા પત્ર દ્રારા જાણ કરેલ છે. ઉપરોકત તમામ બાબતો ધ્યાને લેતા, રાજકોટ શહેરમાં આગામી સાલ ૨૦૨૫નાં ચોમાસાનાં વરસાદ પહેલા આજી–૧ તથા ન્યારી–૧ જળાશમાં નવી જળ રાશી ઉપલબ્ધ થવા સુધી એટલે કે અંદાજે તા.૩૧ જુલાઇ ૨૦૨૫ સુધી દૈનીક ૨૦ મીનીટ પાણી પુરવઠો સુચા પે જાળવી રાખવા માટે સરકારની સૌની યોજના મારફત આજી–૧ ડેમમાં તા.૧૫–૧–૨૦૨૫થી તબક્કાવાર ૧૮૦૦ એમસીએફટી તથા ન્યારી–૧ ડેમમાં તા.૧૫–૨–૨૦૨૫થી તબક્કાવાર ૭૦૦ એમસીએફટી એમ કુલ ૨૫૦૦ એમસીએફટી જળ જથ્થોની આવશ્યકતા રહેશે.રાજકોટ શહેરમાં દૈનીક ૨૦ મીનીટ પાણી પુરવઠો સુચા પે જાળવી રાખવા માટે આ જળ જથ્થો સૌની યોજના મારફત ઉપલબ્ધ કરાવવા સંબંધિતને ઘટિત આદેશ કરવા રાજકોટ મ્યુનિસિપલ કમિશનરએ સરકારને પાઠવેલા પત્રના અંતમાં જણાવ્યું છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News