જામ્યુકોમાં ફરજ બજાવતા અનુ જાતી, એસસી અને એસટી કર્મચારીઓના રોસ્ટર રજીસ્ટરની અમલવારી કરવા માંગણી

  • June 08, 2021 11:32 AM 

પૂર્વ નગરસેવક આનંદ ગોહીલે મ્યુ. કમિશ્ર્નરને લખેલો પત્રમાં કાર્યવાહી નહીં કરાય તો કાનુની રાહ અપનાવાશે તેવી ચેતવણી આપી

જામનગર મહાનગરપાલકીામાં એસસી અને એસટી વર્ગના કર્મચારીઓને અન્યાયનો સામનો કરવો પડે છે, ભારત સરકારે સર્વોચ્ચ અદાલતની બંધારણીય બેચ દ્વારા સ્થાપીત કાયદા સાથે અનામત નીતીમાં અનુપતા લાવવા ખાલી જગ્યા આધારીત રોસ્ટરની જગ્યાએ આધારીત (પોસ્ટસ) રોસ્ટરો અમલમાં મુકવા નિર્ણય કર્યો છે તે અંગે કર્મચારીઓને રોસ્ટર રજીસ્ટર અમલ કરવાની માંગણી વિપક્ષના પૂર્વ નેતા આનંદ ગોહીલે મ્યુ. કમિશ્ર્નરને લખેલા પત્રમાં કરી છે.

આ પત્રમાં જણાવાયું છે કે તા. 8-3-99 અનુસાર સબંધીત નવા રોસ્ટરો સામાન્ય વહિવટી વિભાગ અને સામાજીક ન્યાય અને અધિકારીકતા વિભાગના પરામર્સમાં આ ઠરાવ બહાર પાડયાની તા. 8-3-99 સુધીમાં મોડામાં મોડુ એક માસમાં તૈયાર કરવા સુચના અપાયેલ હતી. આ નમુનાપ રોસ્ટર રજીસ્ટર આપવામાં આવેલ છે તેમાં કર્મચારીઓ, અધિકારીઓ ખરેખર ફરજ બજાવતા હોય અને ત્યારબાદ નિમણુંક પામેલા હોય તેમના નામો રોસ્ટર રજીસ્ટરમાં દશર્વિવાના રહેશે.

આની અમલવારી જામનગર મહાપાલીકામાં થયેલ હોય તો આધારો આપવા અમારી રજુઆત છે, જયાં બઢતીમાં અનામત લાગુ પડે છે ત્યાં સીધી ભરતી અને બઢતીના અલગ રોસ્ટર હોવા જોઇએ, કોર્પોરેશન દ્વારા તા. 8-3-99 થી આ રોસ્ટર નિભાવેલ છે ? દરેક રોસ્ટરમાં ક્રમાંકોની સંખ્યા જગ્યાઓની સંખ્યા જેટલી જ રાખવાની રહેશે, કોર્પોરેશન દ્વારા રાખવામાં આવ્યા નથી તેમજ સીધી ભરતી અને બઢતીના નિયત થયેલા પ્રમાણ મુજબ સીધી ભરતી અને બઢતીનું રોસ્ટર બનાવવું આવી પ્રક્રિયા પણ થઇ નથી અને સંવર્ગ બળમાં જયારે જયારે વધારો, ઘટાડો થાય ત્યારે રોસ્ટરને વિસ્તારવું કે ટુંકાવવું જરી છે તે કોર્પોરેશને કર્યુ નથી અને રોસ્ટરનો અમલ એકબીજાની જગ્યાએ સ્થાનફેરના સિઘ્ધાંત પર કરવાનું છે જે હજુ સુધી કરેલ નથી.

આ ઉપરાંત ઘટ કે બેકલોગ શોધીને તેને પુર્ણ કરીને રીમાર્ક સાથે રોસ્ટર રજીસ્ટર પ્રમાણીત કરવાના હોય છે, આ ઉપરાંત ખાલી રજીસ્ટર નિભાવવાના નથી સર્વોચ્ચ અદાલતના હુકમની કોર્પોરેશને અવગણના કરી છે આ અંગે જવાબદાર અધિકારીઓ સામે શિક્ષાત્મક પગલા લેવાની અમારી માંગણી છે અન્યથા કાનુની રાહે પણ પગલા લઇશું તેવી ચીમકી પત્રમાં ઉચ્ચારવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS