કિસાન કોંગ્રેસ દ્વારા ખેડૂતોને સાથે રાખી આવેદન આપવામાં આવ્યુ
દ્વારકા જિલ્લામાં ભારે વરસાદથી પાકને થયેલા નુકશાનનુ વળતર આપવા, લીલો દૂષ્કાળ જાહેર કરવા સહિત પ્રશ્ને મગફળીના છોડવા અને ઢોલ સાથે કિસાન કોંગ્રેસ દ્વારા ખેડૂતોને સાથે રાખી આવેદન આપવામાં આવ્યુ હતુ.
આ આર્વેદનમાં જણાવ્યું હતું કે ચોમાસામાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો છે ચાર મહિના ખેડૂતોના ખરીફ પાકો પાણીમાં જ ડૂબેલા રહ્યા છે ત્યારે પાકોને વધારે પડતું પાણી મળવાના કારણે તેનો વિકાસ વૃદ્ધિ થવી જોઈએ તે થયો નહિ પાકોમાં યોગ્ય સમયે ફુલ, સૂયા અને ડેડવા બંધાવા જોઈએ એ કુદરતી પ્રક્રિયા થઈ નહિ મગફળી હોય કે અન્ય પાકો હોય સતત પાણીમાં રહેવાના કારણે લીલા તો દેખાય પણ તેમાં જે ઉત્પાદકતા આવવી જોઈએ તે આવી નહિ. ૬૦ થી ૭૦ ટકા નુકશાન પરોક્ષ રીતે ખેડૂતોએ ભોગવવાનો વારો આવ્યો છે
આ ઉપરાંત ૧૮ જુલાઈ થી ૨૨ જુલાઈ અને ૨૨ ઓગસ્ટ થી ૩૦ ઓગસ્ટ વચ્ચે જે અતિવૃષ્ટિ થઈ તેણે ખેડૂતોના પાકો તો ધોઈ નાખ્યા છે સાથે સાથે જમીન પણ ધોઈ નાખી છે આપણાં જિલ્લામાં ૩૦ થી ૪૦% ખેડૂતો એવા છે કે જેણે ત્રણ ત્રણ વખત પાકના વાવેતર કર્યા છે ચોમાસાની અતિવૃષ્ટિમાંથી જે પાકો માંડ માંડ જીવ બચાવી ઉભા રહ્યા હતા ખેડૂતોએ તે પાકોમાં અનેક વખત ખાતર પોતર કરી, દવાઓ છાંટી ખૂબ માવજત કરી પાકોને બચાવ્યા અને હવે જ્યારે તેને લણણી કરવાનો સમય આવ્યો ત્યારે જ કમોસમી વરસાદ થયો જે ખેડૂતોએ પાક ઉપાડી લીધો હતો તેનું તો સર્વસ્વ લૂંટાઈ ગયા સમાન છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાણવડ તાલુકામાં ૨૨૪% દ્વારકા તાલુકામાં ૩૯૩% કલ્યાણપુર તાલુકામાં ૨૨૫% ખંભાળીયા તાલુકામાં ૨૬૭% વરસાદ ચાલુ વર્ષે નોંધાયો છે એમ છેલ્લા ૩૦ વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે દ્વારકા જિલ્લાનો સરેરાશ વરસાદ ૨૬૭% નોંધાયો હોય જે ગુજરાતમાં સૌથી વધારે વરસાદ નોંધાયો હોય દ્વારકા જિલ્લાને કેન્દ્ર સરકારના ૨૦૧૬ ના અછતગ્રસ્ત મેન્યુઅલ મુજબ લીલો દુષ્કાળ જાહેર કરવામાં આવે તેવી માગણી કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહરીપર પાસે સોલાર પ્લાન્ટમાં થયેલી બે લાખના વાયરની ચોરીનો ભેદ ઉકેલાયો
December 23, 2024 11:18 AMપોલીસે બરડા ડુંગરના સરમણિવાવ વિસ્તારમાં દારૂની ભઠ્ઠીનો કર્યો નાશ
December 23, 2024 11:18 AMઘર પાછળ કેમ આવે છે ? પૂછતાં યુવકને મારી નાખવાની ધમકી
December 23, 2024 11:17 AMજામનગરમાં રહેણાંક મકાનમાં ગેસની પાઇપમાં લીકેજ થતા રસોડામાં લાગી આગ
December 23, 2024 11:17 AMરાજકોટ યાર્ડમાં ૫૦ લાખ કિલો ડુંગળીની આવક; ભાવમાં કડાકો
December 23, 2024 11:17 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech