પોરબંદર જિલ્લામાં પશુપાલકોને ઘાસચારો અને આર્થિક વળતર ચુકવવા થઇ માંગ

  • August 30, 2024 03:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદર જિલ્લામાં પડેલા વધુ વરસાદના કારણે પશુપાલકોની સ્થિતિ વધુ દયનીય બની છે ત્યારે પશુપાલકોને તાત્કાલિક ઘાસચારો પૂરો પાડવા અને નુકશાનીનું વળતર ચૂકવવા માંગ થઇ છે.
પોરબંદરના સામાજિક કાર્યકર રામભાઇ પરબતભાઇ કોડીયાતરે જિલ્લા કલેકટરને લેખિત આવેદનપત્ર પાઠવી જણાવ્યુ છે કે પોરબંદર શહેર તથા ગામમાં અતિથી ભારે વરસાદના પગલે પશુઓનું ઘાસ અને ચારો પલળી ગયા છે. અને અમુક પશુઓ મૃત્યુ પામ્યા છે.માલધારી પરિવારોના ઘરમાં પાણી ભરાયા છે અને  છેલ્લા આઠ દિવસથી શહેરો તથા ગામમાં પશુઓ ભૂખ્યા છે. આપને અપીલ છે કે ફોરેસ્ટ વિભાગને જાણ કરી પોરબંદર જિલ્લાના તમામ પશુપાલકોને તત્કાલ ઘાસચારા અને આર્થિક મદદ પહોંચાડવા અપીલ છે. પશુધનને બચાવવું જ‚રી છે.આપને માલુમ પડે કે દેશની ઇકોનોમીમાં પશુધનનો ખૂબ મોટો ફાળો છે. તો વહેલીતકે પશુપાલકોને જાણ કરી  ઘાસ સરકારી ગોડાઉન ૨૪ કલાક કાર્યરત કરવા રામભાઇ કોડીયાતરે માંગ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application