ઓન-લાઇન આરટીઇ ફોર્મ ભરવાની મુદત વધારવા માંગણી

  • July 01, 2021 11:29 AM 

વોર્ડ નં. 1ના નગરસેવક નુરમામદ પલેજાએ મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીને લખેલો પત્ર

રાઇટ ટુ એજયુકેશનના કાયદા મુજબ આર્થીક રીતે નબળા વર્ગના વિધાર્થીઓને વિનામુલ્યે પ્રાથમિક શિક્ષણ આપવાની અને પ્રવેશ નીતી મુજબ ફોર્મ ભરવાની મુદત આપવામાં આવે છે, જે મુદત વધારવા અને આવક અને જાતીના દાખલા માટે યોગ્ય હુકમ કરવાની માગણી વોર્ડ નં. 1ના નગરસેવક નુરમામદ ઓસમાણભાઇ પલેજાએ રાજયના મુખ્યમંત્રીને લખેલા પત્રમાં કરી છે.

આ પત્રમાં જણાવાયું છે કે આરટીઇના નિયમ મુજબ ઓનલાઇન ફોર્મ ભરવા માટે 12 જેટલા આધાર પુરાવા રજુ કરવાના રહે છે જેમાં ખાસ કરીને આવકનો દાખલો અને વિધાર્થીની જાતીનો દાખલો પણ રજુ કરવાનો હોય છે, હજુ કોરોના ચાલે છે ત્યારે લોકોને ઓનલાઇન ફોર્મ ભરવા માટે આવકના અને જાતીના દાખલા માટે સક્ષમ અધિકારીઓ પાસે ફીઝીકલી ફરજીયાત જવાનું હોય છે અને તે માટેની પ્રોસેસ લાંબી અને ખચર્ળિ છે ઉપરાંત સોશ્યલ ડીસ્ટન્સનો પણ ભંગ થતો હોય, કોરોના સંક્રમીત થવાની પણ ભીતી રહેલી છે.

આ આવક અને જાતીના દાખલા માટેની પ્રોસેસ લાંબી હોવાથી લોકોને નાછુટકે ટોળાશાહી ઉભી કરવી પડે છે અને ત્યાં ભીડ થાય છે, આ પરિસ્થીતી નિવારવા આવક અને જાતીના દાખલા રજુ કરવાની પ્રોસેસની જગ્યાએ બાળકના એડમીશન વખતે રજુ કરવાની પઘ્ધતી અપનાવવામાં આવે તો કોરોનાકાળમાં લોકો અને બાળકો સંક્રમીત થતા બચાવી શકાય છે.

આ ઉપરાંત ચોમાસાની સીઝન શ થઇહોય ,ઓનલાઇન પ્રક્રિયામાં વિજળી ગુલ થઇ જતી હોય, તેમજ ગુજરાતમાં એકી સાથે ફોર્મ ભરાતા હોય જેને કારણે સર્વર ડાઉન થઇ જાય છે અને સાઇટ હેક થઇ જવાના કારણે લોકોને ખુબ જ તકલીફ પડે છે. તેથી તા. 5-7-21ની જગ્યાએ દસ દિવસ વધારીને તા. 15-7-21 કરવા તેમજ આવક અને જાતીના દાખલાને ઓનલાઇનમાંથી મુકિત આપી એડમીશન વખતે રજુ કરવા યોગ્ય કાર્યવાહી કરવા પત્રમાં જણાવ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS