જામનગર જીલ્લામાં 29 વિજ સબ-સ્ટેશનો ચાલુ કરવા માંગ

  • July 16, 2021 10:39 AM 

જી.પં. પ્રમુખ ધરમશીભાઇ ચનીયારાએ પીજીવીસીએલના એમડીને લખ્યો પત્ર

જામનગર જીલ્લામાં જુદા જુદા તાલુકામાં ગ્રામ્ય કક્ષાએ વિજળીની તકલીફ છે ત્યારે 29 જેટલા મંજુર થયેલા વિજ સબ સ્ટેશનો તાત્કાલીક અસરથી ચાલુ કરવાની માંગણી જામનગર જીલ્લા પંચાયતના પ્રમુખ ધરમશીભાઇ ચનીયારાએ પીજીવીસીએલના એમડીને લખેલા પત્રમાં કરી છે.

આ પત્રમાં જણાવાયું છે કે જોડીયા તાલુકાના વાવડી, જગા, ખીલોશ/રણજીતપર, માજોઠ/નથુવડલા, ખંઢેરા (નાગપુર), આમરણ, કોયલી, જાયવા મંજુર થયેલ છે તે તાત્કાલીક ચાલુ કરવા ઉપરાંત 66 કેવી સબ સ્ટેશનની જરીયાત હોય તેવામાં ચેલા બેડી, વિસામણ, ધુનધોરાજી, રોજીયા, બાવા ખાખરીયા, નાની ભગેડી, મોટી માટલી, રાજસ્થળી, બીજલકા તેમજ જેનુ કામ ચાલુ હાલતમાં છે તે ઝડપથી પુર્ણ કરવાની જર છે તેમા રામપર, પીપર, વિભાણીયા, બાદનપર, જામવાડીનો સમાવેશ થાય છે.

કાલાવડ તાલુકાના તથા ધ્રોલ, જોડીયાના 400 કેવી ગામમાં ખંઢેરા અને જોડીયાના દુધઇ ગામે ડબલ સરકીટ લાઇન, સેક્ધડ સોર્સ માટે નવા સબ સ્ટેશન તાત્કાલીક ચાલુ કરવાની જર છે, વધુમાં જયોતી ગ્રામ ફીડરમાં 100 થી 500 મીટર લાઇન ઉભી કરી નવી પેનલ મુકવાથી વિભાજન થાય છે, નીચે મુજબના ફીડરો, સબ સ્ટેશનો મંજુર કરવા વિનંતી કરાય છે તેમા લતીપર, માછરડા, કૈલાશ (કાલાવડ), સરવાણીયા, બારાડી (જામનગર), નેસડા, ખેંગારકા ચાલુ કરવાની માંગણી પત્રમાં કરવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS