ચૂંટણી કામગીરી માટે રાજકોટ એસટી પાસેી ૨૫૪ બસની માગણી

  • April 09, 2024 11:29 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આગામી લોકસભા ચૂંટણીની કામગીરી માટે ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમના રાજકોટ એસટી ડિવિઝન પાસેી કુલ ૨૫૪ બસની માંગણી દરખાસ્ત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
વિશેષમાં રાજકોટ એસટી ડિવિઝનના વિભાગીય નિયામક જે.બી. કલોતરાએ જણાવ્યું હતું કે ચૂંટણી દરમિયાન રાજકોટ જિલ્લા માટે ૯૪ અને સુરેન્દ્રનગર જિલ્લા માટે ૧૬૦ બસની માંગણી કરાઇ છે. તા.૬ અને ૭ના બે દિવસ માટે વાહન ફાળવણી કરવાની શે.
તેમણે ઉમેર્યું હતું કે રાજકોટ એસટી ડિવિઝનના કુલ નવ ડેપો જેમાં રાજકોટ એસટી બસ પોર્ટ, ગોંડલ, મોરબી, જસદણ, વાંકાનેર, ચોટીલા, લીંબડી, ધ્રાંગધ્રા અને સુરેન્દ્રનગર સહિતના તમામ ડેપોમાં હાલ આદર્શ આચારસંહિતાના ચુસ્ત અમલની કામગીરી હા ધરાઇ છે જેમાં ડેપોના હોર્ડિંગ બોર્ડ ઉપરની સરકારી જાહેરાતો તેમજ એસટી બસો ઉપરની જાહેરાતો દૂર કરાઇ છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application