રાજયના કર્મચારીઓ અને શિક્ષકો માટે ૨% ડી.એ. વધારાની માગણી
રાજયના કર્મચારીઓ અને શિક્ષકો માટે ૨% ડી.એ. વધારાની માગણી
April 29, 2026 03:25 PM
ગુજરાત રાયના લાખો સરકારી કર્મચારીઓ અને શિક્ષકો માટે મોંઘવારી ભથ્થામાં (ડીએ) વધારો કરવાની માંગ હવે જોર પકડી રહી છે. અખિલ ભારતીય રાષ્ટ્ર્રીય શૈક્ષિક મહાસઘં (એબીઆરએસએમ) ગુજરાત દ્રારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એક પત્ર લખીને કેન્દ્ર સરકારના ધોરણે ૨% ડી એ વધારાનો લાભ તાત્કાલિક ધોરણે આપવા માટે સત્તાવાર અપીલ કરવામાં આવી છે.તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્રારા તેના કર્મચારીઓ અને પેન્શનરો માટે ૨% મોંઘવારી ભથ્થામાં વધારો જાહેર કરવામાં આવ્યો છે. આ નિર્ણયને પગલે ગુજરાતના કર્મચારી આલમમાં પણ ભારે ઉત્સુકતા અને અપેક્ષા જોવા મળી રહી છે. સંઘના પત્રમાં જણાવ્યા અનુસાર, વધતી જતી મોંઘવારી, શિક્ષણ અને આરોગ્યના ખર્ચમાં થયેલા વધારાને જોતા કર્મચારીઓના આર્થિક હિતોનું રક્ષણ કરવું અનિવાર્ય બન્યું છે. કેન્દ્ર સરકારે જાહેર કરેલા ૨% વધારાને રાયમાં પણ સત્વરે લાગુ કરવામાં આવે.ડીએની સાથે સાતમા પગાર પચં હેઠળ મળવાપાત્ર અન્ય ભથ્થાઓમાં પણ યોગ્ય સુધારો કરવાની માંગ કરવામાં આવી છે.સંઘના આગેવાનોનું માનવું છે કે સમયસર લેવાયેલો નિર્ણય વહીવટી તંત્રમાં કાર્યક્ષમતા અને સરકાર પ્રત્યેનો વિશ્વાસ વધારશે. સંઘે રજૂઆત કરતા જણાવ્યું છે કે, કર્મચારીઓ લાંબા સમયથી આ જાહેરાતની રાહ જોઈ રહ્યા છે. જો સરકાર વહેલી તકે સકારાત્મક નિર્ણય લેશે, તો તે માત્ર કર્મચારીઓ માટે જ નહીં, પરંતુ રાયના શૈક્ષણિક અને વહીવટી માળખાને વધુ મજબૂત બનાવવામાં પણ મદદરૂપ સાબિત થશે.