ગયા વર્ષની જેમ આ વખતે પણ કેજરીવાલ સરકારે શિયાળાની ઋતુમાં રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં વધતા પ્રદૂષણને અંકુશમાં લેવા માટે નિર્ણય લીધો છે. સરકારે ફટાકડાના ઉત્પાદન, સંગ્રહ, વેચાણ અને ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે. દિલ્હી સરકારના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે કહ્યું કે ફટાકડાના ઓનલાઈન વેચાણ/ડિલિવરી પર પણ પ્રતિબંધ મૂકવામાં આવશે. ફટાકડાના ઉત્પાદન, સંગ્રહ, વેચાણ અને ઉપયોગ પરનો પ્રતિબંધ 1 જાન્યુઆરી, 2025 સુધી અમલમાં રહેશે. ગોપાલ રાયે વધુમાં જણાવ્યું હતું કે પ્રતિબંધનો કડક અમલ કરવા માટે દિલ્હી પોલીસ, ડીપીસીસી અને મહેસૂલ વિભાગ સાથે મળીને એક એક્શન પ્લાન તૈયાર કરવામાં આવશે.
ગયા વર્ષે પણ દિલ્હી સરકારે સપ્ટેમ્બર મહિનામાં ફટાકડા પર પ્રતિબંધની જાહેરાત કરી હતી. આની જાહેરાત કરતા દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે કહ્યું હતું કે મુખ્યમંત્રીએ નિર્ણય લીધો છે કે શિયાળામાં તમામ ફટાકડાના વેચાણ અને સળગાવવા પર પ્રતિબંધ રહેશે.
ઓક્ટોબરથી દિલ્હીની હવા ખરાબ થવા લાગે છે. આના બે કારણો છે. પ્રથમ- ઓક્ટોબરથી હવામાન બદલાવા લાગે છે. તાપમાનમાં ઘટાડો થાય છે અને પવનની ગતિ પણ પ્રભાવિત થાય છે. બીજું, આ સિઝનમાં દિલ્હીની આસપાસના રાજ્યોમાં ખેડૂતો પણ પરાળ સળગાવવાનું શરૂ કરે છે. તેનાથી પ્રદૂષણમાં વધુ વધારો થાય છે.
આ ઉપરાંત દિવાળીના અવસર પર ફટાકડા ફોડવાથી સ્થિતિ વધુ ખરાબ થાય છે. દિલ્હીમાં, સદર બજાર, ચાંદની ચોક, કોટલા, રોહિણી, લક્ષ્મી નગર જેવા બજારો મુખ્યત્વે ફટાકડાના વ્યવસાયના કેન્દ્રો છે. જો કે ફટાકડા પરના પ્રતિબંધથી લોકોની રોજગારી પર પણ નકારાત્મક અસર પડી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટમાં ક્રિકેટનો જંગ: ઇન્ડિયા-ઇંગ્લેન્ડના ખેલાડીઓનું ભવ્ય સ્વાગત, ગરબાની રમઝટથી કાઠિયાવાડી રંગત
January 27, 2025 12:53 AMતેલંગાણા: વારંગલમાં ટ્રકમાંથી ઓટો પર રેલ્વે ટ્રેકના સળિયા પડ્યા, 1 બાળક સહિત 7 લોકોના મોત, 6 ઘાયલ
January 26, 2025 05:14 PMખેડૂતો પોતાની માંગણીઓ પર અડગ, ગણતંત્ર દિવસે પંજાબમાં યોજવામાં આવી ટ્રેક્ટર માર્ચ
January 26, 2025 04:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech