સુપ્રીમ કોર્ટનો કેન્દ્રને નિર્દેશ : દિલ્હીને મળે 700 ટન ઓક્સિજન, તેનાથી ઓછું મંજૂર નથી

  • May 06, 2021 02:57 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેશની રાજધાની દિલ્હીમાં ઓક્સિજનની અછતનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયો છે. દિલ્હી હાઇકોર્ટમાં સતત આ મામલે ચર્ચાઓ થયા બાદ આજે બુધવારે આખરે સુપ્રીમ કોર્ટ સુધી આ મામલો પહોંચી ગયો અને મામલાની સુનાવણી સુપ્રીમમાં જ કરવામાં આવી. 

 


ઓક્સિજન સંકટ બાબતે સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું હતું કે, કેન્દ્ર સરકારે કોર્ટમાં જણાવ્યું છે કે દિલ્હીની માંગ વધુ છે. તેના અનુસાર સંસાધનન પણ જરૂરી છે. અદાલતમાં જસ્ટિસ શાહે ટિપ્પણી કરતા કહ્યું હતું કે, આ એક રાષ્ટ્રીય આપત્તિ છે. ઓક્સિજનની અછત ના કારણે અનેક લોકોના મોત થયા છે. દિલ્હીમાં તેની રીતે કોશિશ થઈ રહી છે પરંતુ ઓક્સિજનની શોર્ટેજ હોવાના કારણે તમારો પ્લાન અમને જણાવો. 

 

 

ત્યારે કેન્દ્ર દ્વારા કહેવામાં આવ્યું કે દિલ્હીમાં 500 ટકા ઓક્સિજન થી કામ ચાલી શકે છે પરંતુ જસ્ટિસ ચંદ્રચુડ એ આ બાબતે મનાઈ કરતા કહ્યું કે ઓછામાં ઓછું 700 ટન ઓક્સિજન ઉપલબ્ધ કરાવવામાં આવે. તેનાથી ઓછું અમને મંજૂર રહેશે નહીં. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ગુરુવારે સવારે 10:30 વાગ્યા સુધીમાં તેમનો પ્લાન સબમિટ કરવા માટે આદેશ આપ્યો છે. સાથે સાથે દિલ્હીમાં ઓક્સિજનની સપ્લાય માટે કમિટી બનાવી શકે છે. જેમાં પ્રાઇવેટ ડોક્ટર અને એક્સપર્ટ ને સામેલ કરી શકે છે. અદાલતે તેના માટે નામ સૂચવવા પણ કહ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application