દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલને મળી મોટી સફળતા : પાકિસ્તાની આતંકી સંગઠન અલકાયદાના 14 આતંકીની કરી ધરપકડ

  • August 22, 2024 01:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલએ ઝારખંડ, રાજસ્થાન અને યુપી પોલીસ સાથે મળીને પાકિસ્તાની આતંકવાદી સંગઠન અલ કાયદાના 14 આતંકીઓની ધરપકડ કરી છે. આ તમામ અલકાયદા પ્રેરિત મોડ્યુલના સભ્યો છે. આ મોડ્યુલનું નેતૃત્વ રાંચીના ડો. ઈશ્તિયાક કરી રહ્યા હતા. તે બગાવતની જાહેરાત કરીને દેશની અંદર આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપવા માટે એક સંગઠન સ્થાપવા માંગતો હતો. આ મોડ્યુલના સભ્યોને વિવિધ સ્થળોએ હથિયાર ચલાવવાની તાલીમ આપવામાં આવી છે.



હથિયારો ચલાવવાની આપવામાં આવી રહી હતી તાલીમ



એડિશનલ પોલીસ કમિશનર સ્પેશિયલ સેલ પ્રમોદ સિંહ કુશવાહાના જણાવ્યા અનુસાર, સેલે રાજસ્થાન પોલીસની મદદથી ભિવડીમાંથી હથિયારોના ઉપયોગની તાલીમ લઈ રહેલા 6 આતંકીઓની ધરપકડ કરી છે. ઝારખંડ અને યુપી પોલીસ સાથે મળીને બંને જગ્યાએથી 8 આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે.



વધુ આતંકીઓની થઈ શકે છે ધરપકડ


પોલીસનો દાવો છે કે, અલગ-અલગ રાજ્યોમાં હજુ પણ ઓપરેશન ચાલુ છે. હજુ વધુ આતંકીઓની ધરપકડ થઈ શકે છે. પોલીસે ઘણી જગ્યાએથી હથિયારો, દારૂગોળો અને અન્ય વાંધાજનક દસ્તાવેજો જપ્ત કર્યા છે. અત્યાર સુધીમાં રાંચીમાં 15, રાજસ્થાનમાં એક અને અલીગઢમાં એક સ્થળ પર દરોડા પાડવામાં આવ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application