કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2024 શરૂ થઈ ગયો છે અને આ વખતે ભારતમાંથી ઘણા કલાકારો અને કન્ટેન્ટ ક્રિએટર્સ કાન્સમાં હાજરી આપવાના છે. એવામાં ટીવી શો તારક મહેતાની અભિનેત્રીની કાન્સ 2024ના રેડ કાર્પેટ પરથી તસવીરો સામે આવી છે.આ ફેસ્ટિવલ 25મી મે 2024 સુધી ચાલશે જેમાં દુનિયાભરની પ્રખ્યાત હસ્તીઓ ભાગ લેવા જઈ રહી છે. આ સાથે દર વખતની જેમ આ વર્ષે પણ આ ફેસ્ટીવલમાં વિશ્વભરમાંથી શાનદાર ફીચર અને ડોક્યુમેન્ટરી ફિલ્મોનું સ્ક્રીનીંગ થશે. ભારતમાં પણ આ ફિલ્મ ફેસ્ટિવલ ઘણો ક્રેઝ છે.
આ વખતે ભારતમાંથી ઘણા કલાકારો અને કન્ટેન્ટ ક્રિએટર્સ કાન્સમાં હાજરી આપવાના સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ બધાની વચ્ચે કાન્સ 2024ના રેડ કાર્પેટ પરથી પહેલી ભારતીય અભિનેત્રીની તસવીરો સામે આવી છે. અભિનેત્રી અને ગાયિકા દીપ્તિ સાધવાનીએ 77માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના રેડ કાર્પેટ પર પોતાનો જાદુ બતાવ્યો છે, જેની ઘણી તસવીરો હાલ વાયરલ થઈ રહી છે.
એક્ટ્રેસ અને સિંગર દીપ્તિ સાધવાની ફોટોઝે તેના સોશિયલ મીડીયા પર કાન્સ 2024ની તસવીરો પોસ્ટ કરી છે. દીપ્તિ સાધવાણીએ ઓરેન્જ કલરનું ફર ગાઉન પહેરીને રેડ કાર્પેટ પર વોક કર્યું હતું. જાણીતું છે કે દીપ્તિ સાધવાણી એ ઘણા ટીવી શો, ફિલ્મો અને મ્યુઝિક વીડિયોમાં કામ કર્યું છે. દીપ્તિ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' જેવા શોમાં જોવા મળી છે.
હાલ દીપ્તિનો કાન્સ 2024નો રેડ કાર્પેટ લૂક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ સાથે જ ફેન્સને ઐશ્વર્યા રાય બચ્ચન, અદિતી રાવ હૈદરી અને કિયારા અડવાણીના લુકની દરેક લોકો રાહ જોઈ રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMGST ફાઇલિંગને લઈને આવ્યું મોટું અપડેટ: નહીં કરો આ કામ તો થશે નુકસાન
June 07, 2025 07:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech