OMG : દુનિયાની આ સૌથી મોટી એજન્સીને સાઈન કરી છે દીપિકા

  • January 23, 2021 09:35 PM 476 views

બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ હોલીવુડની ટેલેન્ટ એજન્સી આઈસીએમ સાથે ​​જોડાઈ ગઈ છે. આઈસીએમની યાદીમાં  જ્હોન સીના, ધ વેમ્પાયર ડાયરી સ્ટાર ઇયાન સોમરહલ્ડર અને ટુ ઓલ બોય્ઝ આઈ લવ્ડ બીફોર અભિનેતા લાના કોન્ડોર જેવા મોટા નામ શામેલ છે.  દીપિકાએ વર્ષ 2017 માં હોલીવુડની ફિલ્મ ''XXX: ઓફ ઝેંડર કેજ'થી હોલીવુડમાં પ્રવેશ કર્યો હતો. દીપિકા પાદુકોણ આજે બોલીવુડની સૌથી પ્રતિભાશાળી સ્ટાર્સમાંની એક છે. તાજેતરમાં જ દીપિકાએ હોલીવુડની એક મોટી ટેલેન્ટ એજન્સી સાથે હાથ મિલાવ્યા છે.

આ સાથે અમેરિકામાં દીપિકાને એલન સેગલ એન્ટરટેઈનમેન્ટના ડેનિયલ રોબિન્સન પણ રિપ્રેઝન્ટ કરે છે. દીપિકા પાદુકોણ આ ટેલેન્ટ એજન્સીમાં જોડાવા માટે ખૂબ જ ખુશ અને ઉત્સાહિત છે. દીપિકાએ હાલમાં જ તેની આગામી ફિલ્મ ફાઇટરનો પહેલો લુક રજૂ કર્યો હતો. આ ફિલ્મમાં તેની સાથે રિતિક રોશન પણ જોવા મળશે.

દીપિકા કબીર ખાનની સ્પોર્ટ્સ ફિલ્મ '83' માં  કપિલ દેવની પત્ની રોમી ભાટિયા કારનું પાત્ર ભજવતી જોવા મળશે. આ ફિલ્મ 1983ના ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતની એતિહાસિક જીત પર આધારિત છે. આ ફિલ્મમાં રણવીર સિંહની સાથે પંકજ ત્રિપાઠી અને અમ્મી વિર્ક પણ છે. આ ફિલ્મ ઉપરાંત દીપિકા પાદુકોણ શાહરૂખ ખાનની ફિલ્મ 'પઠાણ'માં પણ જોવા મળશે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application