ફિલ્મ '83' પછી આ ફિલ્મમાં દીપિકા-રણવીર સ્ક્રીન શેર કરશે

  • February 20, 2021 10:59 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ પાંચમી વખત એક સાથે સ્ક્રીન શેર કરતા જોવા મળશે. આ બોલિવૂડનું પહેલું રીયલ કપલ છે, જે સતત ઓનસ્ક્રીન પર કામ કરી રહ્યું છે. આ પહેલા અમિતાભ બચ્ચન-જયા બચ્ચન અને ધર્મેન્દ્ર-હેમા માલિનીએ સાથે મળીને ઓનસ્ક્રીન પર કામ કર્યું હતું. 'રામલીલા', 'બાજીરાવ મસ્તાની', 'પદ્માવત' અને આગામી ફિલ્મ '83' પછી દીપિકા-રણવીર એક બીજી ફિલ્મમાં સાથે જોવા મળશે.

દીપિકા પાદુકોણે કહ્યું કે તેનાં પતિ રણવીરની 'સર્કસ'માં કેમિયો કરતી જોવા મળશે. દીપિકા આ ​​ફિલ્મમાં એક આઇટમ નંબર કરશે. સર્કસ એક મસાલા કોમેડી ફિલ્મ છે. આ ફિલ્મ ગુલઝારની ક્લાસિકલ  ફિલ્મ અંગૂરનું અડેપ્શન છે. આ ફિલ્મમાં સંજીવ કુમાર, દેવેન વર્મા, મૌસમિ ચેટરજી અને દિપ્તી નવલ હતા. ફિલ્મ સર્કસનું નિર્દેશન ફિલ્મ નિર્માતા રોહિત શેટ્ટી કરી રહ્યા છે.

ફિલ્મ 'સર્કસ' માં રણવીર સિંહ સાથે વરુણ શર્મા, જેક્લીન ફર્નાન્ડિઝ અને પૂજા હેગડે છે. રોહિત શેટ્ટીની સાથે 'સર્કસ' પણ ટી-સિરીઝ અને રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટે કો-પ્રોડ્યુસ કર્યું છે. રણવીર સિંહ આ ફિલ્મમાં ડબલ રોલ ભજવતો જોવા મળશે. આ પહેલીવાર છે જ્યારે રણવીર કોઈ ફિલ્મમાં ડબલ રોલ કરશે. પહેલીવાર ભૂષણ કુમાર અને રોહિત શેટ્ટી પણ સાથે કામ કરી રહ્યા છે.

રોહિત શેટ્ટી અને રણવીર સિંહ ત્રીજી વખત સાથે કામ કરવા જઇ રહ્યા છે. આ પહેલા રણવીર સિંહ રોહિત શેટ્ટીની ફિલ્મ 'સિમ્બા' માં મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યો હતો. આ પછી રણવીરે રોહિત શેટ્ટીની નિર્દેશક ફિલ્મ 'સૂર્યવંશી' માં કેમિયો કર્યો છે. 'સૂર્યવંશી'માં અક્ષય કુમાર અને કેટરિના કૈફ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ માર્ચમાં રિલીઝ થવાની હતી, પરંતુ કોરોના વાયરસના રોગચાળાને કારણે રજૂ થઈ શકી નહીં.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS