પાર્ટનરશીપ થકી 82-ઇ તેની સિગ્નેચર 3-સ્ટેપ ક્લિન્ઝ-હાઈડ્રેટ-પ્રોટેક્ટ રૂટિનની સાથે તેની સ્કીનકેર સિમ્પિલિફાઈડ ફિલોસોફીને ટીરાની કોમ્યુનિટી સમક્ષ પ્રસ્તુત કરશે
ગ્લોબલ ઈન્ડિયન આઈકોન દીપિકા પદુકોણની સેલ્ફ-કેર બ્રાન્ડ 82-ઇ તરફથી આજે રિલાયન્સ રિટેલના અત્યાધુનિક બ્યૂટી પ્લેટફોર્મ, ટીરા સાથે વ્યૂહાત્મક પાર્ટનરશીપની ઘોષણા કરાઈ છે. આ સહયોગને પગલે 82-ઇ ના સફળ ડીટુસી મોડેલનું દેશમાં ઓનલાઈન અને ઓફલાઈન ઉપસ્થિતિ દ્વારા નોંધપાત્ર વિસ્તરણ થશે અને સાથે તેને પ્રથમવાર રિટેલ ક્ષેત્રની અનુભૂતિ સાંપડશે. બ્રાન્ડ 82-ઇ આ ભાગીદારી થકી ટીરા કોમ્યુનિટી માટે રોજિંદા જીવનમાં પોતાની કાળજી લેવાની ટેવને રોજિંદા જીવનનો સરળ, આનંદદાયક અને અસરકારક હિસ્સો બનાવવાના પોતાના મિશનને આગળ ધપાવશે.
સિમ્પ્લીફાઈડ સ્કીનકેરને (ક્લિન્ઝ – હાઈડ્રેટ – પ્રોટેક્ટ) પ્રમોટ કર્યાના એક વર્ષ બાદ, 82-ઇએ ભારત અને વિશ્વભરમાં એક મજબૂત વફાદાર સમુદાયનું નિર્માણ કરવાની સાથે પ્રોડક્ટની કાર્યક્ષમતાને સ્થાપિત કરી છે. એટલું જ નહીં, હવે ટીરા સાથે આ પરિવર્તનકારી પાર્ટનરશીપ સાધીને 82-ઇ પોતાની વૃદ્ધિને વેગવાન બનાવવા સુસજ્જ થઈ છે. અશ્વગંધા બાઉન્સ, લોટસ સ્પ્લેશ અને ટર્મરિક શિલ્ડ જેવી બેસ્ટ-સેલિંગ પ્રોડક્ટ્સ સમાવતી પોતાની લોકપ્રિય સ્કીનકેર, બોડી કેર અને મેન્સ રેન્જને ટીરા પર ઉપલબ્ધ કરાવીને 82-ઇ પોતાનો વ્યાપ વિસ્તારી રહી છે. 82-ઇ પ્રોડક્ટ્સ અગાઉ ડીટુસી પ્લેટફોર્મ પર જ ઉપલબ્ધ હતી, જે હવે પોતાની પહોંચને ટીરા પ્લેટફોર્મ પર વિસ્તારશે, જેના પગલે તે ઉત્તર, પશ્ચિમ અને દક્ષિણ ભારતના ચુનંદા બજારોમાંના ખાસ ટીરા સ્ટોર્સ ખાતે પોતાનું ઓફલાઈન પદાર્પણ કરી રહી છે.
આ પાર્ટનરશીપનો ઉદ્દેશ સાર્વત્રિક સુખાકારીના કો-ફાઉન્ડર દીપિકા પદુકોણના વિઝનની માવજત કરવા તેમજ રિલાયન્સ રિટેલના સઘન ઓફલાઈન અને ઓનલાઈન નેટવર્ક તેમજ ટેકનોલોજીકલ ક્ષમતાઓનો લાભ ઉઠાવીને વધુ વૈવિધ્યસભર ઉપભોક્તા વર્ગને પ્રિમિયમ સ્કીનકેર પ્રોડક્ટ્સ સુધી પહોંચ પૂરી પાડીને વ્યાપક બનાવવાનો છે.
આ જોડાણ વિશે, રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર, ઈશા એમ અંબાણીએ જણાવ્યું હતું કે, “સેલ્ફ-કેર અને સાર્વત્રિક સુખાકારી પરત્વે પોતાની વચનબદ્ધતા માટે જાણીતી બ્રાન્ડ 82-ઇ સાથે ભાગીદારીએ જોડાવાનો અમને ખૂબ રોમાંચ છે. આ સહયોગને પગલે દરેક ભારતીય સુધી મનવાંચ્છિત સુંદરતાને પહોંચાડવાની ટીરાની પરિકલ્પનાને સાકાર કરવાનું બળ મળશે અને સાથે અમે પ્રિમિયમ સ્કીનકેર પ્રોડક્ટ્સની એક રેન્જને અમારા ગ્રાહકો માટે ઉપલબ્ધ કરાવી શકીશું. ઓફલાઈન રિટેલમાં 82-ઇ પ્રોડક્ટ્સને સૌપ્રથમવાર પ્રસ્તુત કરીને અમે સાથે મળીને કોઈ પણ સ્થળે રહેલા ગ્રાહકો માટે સેલ્ફ-કેરના અહેસાસનું સ્તર ઊંચુ લઈ જવા કૃતનિશ્ચયી છીએ.”
આ પાર્ટનરશીપ વિશે, 82-ઇના કો-ફાઉન્ડર, દીપિકા પદુકોણે જણાવ્યું હતું કે, “82-ઇ હવે ટીરા પર ઓનલાઈન તેમજ સ્ટોર્સમાં ઉપલબ્ધ હોવાની જાહેરાત કરવાનો અમે રોમાંચ અનુભવી રહ્યા છીએ. આ સહયોગ સ્કીનકેરને સરળીકૃત કરવી તેમજ સેલ્ફ-કેરને આપણા રોજિંદા જીવનનો એક અસરકારક અને માણી શકાય તેવો હિસ્સો બનાવવાના અમારા સહિયારા મૂલ્યોની જ એક ફલશ્રુતિ છે. ટીરાના ઓનલાઈન અને ઓફલાઈન પ્લેટફોર્મ્સ દ્વારા અમને 82-ઇના બેસ્ટસેલર્સ, એવોર્ડ-વિજેતા ફોર્મ્યુલેશન્સની સાથે 82-ઇ સ્કીનકેર, 82-ઇ બોડીકેર અને 82-ઇ મેનની શ્રેષ્ઠ શ્રેણીને દેશભરમાં અમારા ગ્રાહકો સમક્ષ પ્રસ્તુત કરવાનો ખૂબ રોમાંચ થઈ રહ્યો છે.”
રિલાયન્સ રિટેલની ટીરા એક ઓમ્નીચેનલ રિટેલ પ્લેટફોર્મ છે જે ગ્રાહકોને પર્સનલાઈઝ અનુભૂતિ પૂરી પાડે છે અને સાથે-સાથે તેણે શ્રેષ્ઠ વૈશ્વિક અને ઘરઆંગણે તૈયાર કરેલી બ્રાન્ડ્સના કલેક્શનને ક્યુરેટ કર્યું છે. આના પગલે ટીરા તમામ પ્રકારની બ્યૂટી માટે સૌથી વધુ ઈચ્છિત ગો-ટુ ડેસ્ટિનેશન બની શકી છે. 82-ઇ સ્કીનકેર અને બોડી કેર ક્ષેત્રમાં સઘન મંથન દ્વારા પ્રાપ્ત કરાયેલી પ્રોડક્ટ્સની રેન્જ સાથે સૌથી વિશ્વસનીય આધુનિક સેલ્ફ-કેર બ્રાન્ડ્સમાંની એક બનવા સજ્જ છે.
ગ્રાહકોને ટીરા એપ, વેબસાઈટ અને ટીરાના ચુનંદા સ્ટોર્સ દ્વારા 82-ઇ પ્રોડક્સ્ટ સુધી સરળતાથી પહોંચ પ્રાપ્ત થશે, જેમાં જિયો વર્લ્ડ ડ્રાઈવ-મુંબઈ, વિવિઆના મોલ, થાણે-મુંબઈ, કોપા-પૂણે, મોલ ઓફ એશિયા-બેંગ્લોર અને ડીએલએફ સાકેત-નવી દિલ્હીનો સમાવેશ થાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ TRP અગ્નિકાંડ બાદ મનપાના વધુ એક અધિકારી ACBના સકંજામાં, 75 લાખની અપ્રમાણસર મિલકતનો ખુલાસો
April 02, 2025 08:49 PMગુજરાતમાં કાળઝાળ ગરમી: સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર, હવામાન વિભાગની હીટવેવની આગાહી
April 02, 2025 08:40 PMડીસા બ્લાસ્ટ કેસ: સરકાર દ્વારા કમિટીની રચના, 15 દિવસમાં રિપોર્ટ સોંપશે
April 02, 2025 07:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech