લેડી સિંઘમ બની દીપિકા પાદુકોણ: અજય દેવગનની જેમ આપ્યા આઇકોનિક પોઝ
સિંઘમ અગેઈનને લઈને લેટેસ્ટ અપડેટ સામે આવ્યું છે. આ વખતે રોહિત શેટ્ટી આખી બોક્સ ઓફિસને હલાવી શકે છે. દીપિકા પાદુકોણ અજય દેવગનની આ સુપરહિટ ફ્રેન્ચાઈઝીમાં લેડી સિંઘમ તરીકે એન્ટ્રી કરી રહી છે અને તે આ ફિલ્મમાં શક્તિ શેટ્ટીની ભૂમિકા ભજવશે.
રોહિત શેટ્ટીએ આ પહેલા પણ ફિલ્મના ઘણા પોસ્ટર રિલીઝ કર્યા હતા, પરંતુ લાગે છે કે તે દીપિકા પાદુકોણને ફિલ્મનો એક્સ ફેક્ટર બનાવવા માગે છે. તેથી જ તેણે દીપિકા પાદુકોણને કોપ યુનિવર્સમાં પ્રવેશ કરાવ્યો અને તેને લેડી સિંઘમ બનાવી. એટલું જ નહીં તેણે દીપિકા પાદુકોણને પોતાની હીરો પણ કહી છે.
રોહિત શેટ્ટીએ સિંઘમ અગેનનું નવું પોસ્ટર શેર કર્યું છે. આ પોસ્ટરમાં જોઈ શકાય છે કે દીપિકા પાદુકોણ સિંઘમ અજય દેવગનની જેમ આઇકોનિક પોઝ આપતી જોવા મળી રહી છે. આ પોસ્ટરને શેર કરતી વખતે રોહિત શેટ્ટીએ લખ્યું છે, ‘મારો હીરો..રીલ અને રિયલમાં. લેડી સિંઘમ દીપિકા પાદુકોણ. આ રીતે, તેણે સંકેત આપ્યો છે કે દીપિકા પાદુકોણ સિંઘમ અગેઇનમાં જોરદાર ધૂમ મચાવશે અને આમાં તેનું પાત્ર અદ્ભુત હશે.
આ પોસ્ટરમાં દીપિકા પાદુકોણ એટલે કે લેડી સિંઘમ પોલીસ યુનિફોર્મમાં જોવા મળશે. તેની આંખો પર ચશ્મા છે અને સિંઘમ પોઝ છે. દીપિકા પાદુકોણના આ ફોટો પર ઘણી કોમેન્ટ્સ આવી રહી છે. એક ચાહકે લખ્યું છે કે આ જોવું જરૂરી છે. દીપિકા પાદુકોણ પોલીસ યુનિફોર્મમાં પાવરફુલ લાગી રહી છે.
ફોટોમાં દીપિકા પાદુકોણ મહિલા પોલીસની ભૂમિકામાં ખૂબ જ મજબૂત દેખાઈ રહી છે. તે સિંઘમના હૂક સ્ટેપને રિપીટ કરતી જોવા મળે છે. દિગ્દર્શકે ફોટો સાથેના કેપ્શનમાં લખ્યું છે કે, ‘મારો હીરો, રીલ અને રિયલમાં. લેડી સિંઘમ.’ અભિનેત્રી રોહિત શેટ્ટીની ફિલ્મમાં શક્તિ શેટ્ટી ઉર્ફે લેડી સિંઘમનું પાત્ર ભજવી રહી છે, જે અંગેનો ખુલાસો ગયા વર્ષે થયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતુર્કી પર મોટું એક્શન, ભારત સરકારે સેલેબી એરપોર્ટનું લાઇસન્સ કર્યું રદ
May 15, 2025 07:14 PMટ્રમ્પના કારણે સીરિયામાં જશ્નનો માહોલ, અમેરિકી રાષ્ટ્રપતિએ એવું શું કર્યું?
May 15, 2025 07:07 PMજામનગરના એચજે લાલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
May 15, 2025 07:01 PMટ્રમ્પનો યુ-ટર્ન: યુદ્ધવિરામના શ્રેય બાદ પાંચ જ દિવસમાં પલટી, કહ્યું - મેં માત્ર મદદ કરી
May 15, 2025 06:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech