ડીપફેક ટૂલનો હથિયાર તરીકે ઉપયોગ કરી રહી છે સેકસટોર્શન ગેંગ

  • September 12, 2023 11:14 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ દુનિયાના દરેક ક્ષેત્રમાં પ્રગતિના નવા રેકોર્ડ બનાવી રહી છે ત્યારે તેના ટૂલ્સના દુપયોગના કિસ્સાઓ પણ પ્રકાશમાં આવવા લાગ્યા છે. સેકસટોર્શન ગેંગ પડીપફેકથ જેવા આ ટૂલ્સનો ઉપયોગ કરીને ન તસવીરો બનાવીને છોકરીઓને બ્લેકમેલ કરી રહી છે. ટેલિગ્રામ નેટવર્કના એઆઇ બોટનો ઉપયોગ ન ફોટા બનાવવા માટે પણ કરવામાં આવી રહ્યો છે. પડીપફેકથ ટૂલ્સ વડે બનાવેલા ફોટો નકલી હોવા છતાં વાસ્તવિક દેખાય છે.


એઆઈ જનરેટેડ ટૂલ ડીપફેકનો ઉપયોગ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્રારા ડિજિટલ મીડિયાની હેરફેર કરવા માટે થાય છે. ડીપફેકનો ઉપયોગ કરીને, કેટલાક લોકો વીડિયો, ઓડિયો અને ફોટામાં હેરફેર અને એડિટ કરે છે. ડીપફેકનો ઉપયોગ પ્રખ્યાત વ્યકિતઓ અને સંસ્થાઓને બદનામ કરવા અને નુકસાન પહોંચાડવા માટે થાય છે. તેને આર્ટીફીશીયલ મીડિયા મટીરીયલ કહેવામાં આવે છે. આ આર્ટીફીશીયલ મીડિયા મટીરીયલ સાથે તેઓ વિડિઓ અને ફોટોમાં, ટેકસટ, સાઉન્ડ અને બોડી લેન્ગવેજને રીયલ ઇફેકટ આપે છે.ડીપફેકિંગનો ઉપયોગ ગુનાહિત પ્રવૃત્તિઓમાં થાય છે જેમ કે પ્રખ્યાત વ્યકિતની બદનક્ષી કરવી, ખોટા પુરાવા ઉભા કરવા, છેતરપિંડી કરવી, ડિજિટલ ક્રાઈમ, ખોટા નિવેદનો બનાવીને હિંસાની સ્થિતિ ઉભી કરવી. જો કે, ડીપફેક કેટલાક ક્ષેત્રોમાં ફાયદાકારક પણ સાબિત થાય છે.

ઇન્સ્ટાગ્રામ પરથી ફોટો લઇ પોર્ન ઈમેજ બનાવનારની ધરપકડ
મધ્યપ્રદેશની દેવાસ પોલીસે હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર અલગ–અલગ નામથી આઈડી બનાવનાર અને ૪૦ યુવતીઓ અને મહિલાઓના ફોટા સાથે છેડછાડ કરીને પોર્ન બનાવનાર આરોપી અભિષેકની ધરપકડ કરી છે. ૧૯ વર્ષનો અભિષેક એઆઇ ટેકનોલોજીનો ઉપયોગ કરીને છોકરીઓની તસવીરો પોર્નમાં કન્વર્ટ કરતો અને પોર્ન ફોટોને બ્લેકમેલિંગમાં ઉપયોગ કરવામાં આવ્યો



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application